Gujarat Top News:રાજ્યમાં ભાજપના નવા સંગઠન મહામંત્રી કે,વેક્સિનેશને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં ભાજપના નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરજીને ચાર્જ સોંપવામાં આવ્યો,વેપારીઓની વેક્સિનેશન મુદત 15 ઓગસ્ટ સુધી વધારાઈ,ગિરનાર રોપ વે સતત છઠ્ઠા દિવસે બંધ રાખવામાં આવ્યો,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News:રાજ્યમાં ભાજપના નવા સંગઠન મહામંત્રી કે,વેક્સિનેશને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 5:18 PM

1.ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરજીને ચાર્જ સોંપાયો

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએને રત્નાકર જીને મહામંત્રીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેનો કાર્યભાર સંભળતા હતા.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : ભાજપ સંગઠનના સૌથી મહત્વના સમાચાર,નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર જીને સોંપાયો ચાર્જ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

2.ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી, આગામી સપ્તાહે સંભાળશે હોદ્દો

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણીયાની જગ્યાએ બિહારના સંઘના નેતાને રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.ત્યારે મળતા અહેવાલ મુજબ રત્નાકર આવતા સપ્તાહે મહામંત્રી તરીકેનો ચાર્જ સંભાળશે.

આ સમાચાર વિગતવાર વાંચો: ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી, આગામી સપ્તાહે સંભાળશે હોદ્દો

3.ગુજરાતમાં વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદત 15 ઓગસ્ટ સુધી લંબાવાઇ

ગુજરાતના વેપારીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે વેપારીઓ 15મી ઓગસ્ટ સુધી રસીકરણ કરાવી શકશે.રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રસીકરણની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સરકારના આ નિણર્યને વેપારી આલમે આવકાર્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: ગુજરાતમાં વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદત લંબાવાઇ, વેપારી સંગઠનોએ નિર્ણયને આવકાર્યો

4.બહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પી

ગુજરાતના સોખડાહરિધામ મંદિરમાં રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાઇ. સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરવામાં આવી.અંતિમસંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યાં. મુખ્યપ્રધાન વિજય રૂપાણી હરિપ્રસાદ સ્વામીને અંતિમ વિદાય આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: vadodara : બહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પી

5.કોંગ્રેસે રાજ્ય સરકારની ઉજવણીનો વિરોધ કર્યો, કહ્યું સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે

અમદાવાદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : કોંગ્રેસે રાજ્ય સરકારની ઉજવણીનો વિરોધ કર્યો, કહ્યું સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે

6.સરકારની નવી પહેલ, હવે ઇ સેવાના માધ્યમથી મેળવી શકાશે આયુષ્યમાન કાર્ડ

ગુજરાતમાં હેલ્થ સુવિધા વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે સરકારે તૈયારીઓ આરંભી છે. જેમાં રાજ્ય સરકારે આયુષ્યમાન કાર્ડઆપવા માટે આયોજન કર્યું છે. જેમાં હવે સરકારે નવા આયોજન મુજબ ઇ સેવાના માધ્યમથી સરળતાથી આયુષ્યમાન કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.જેમાં 2ઓગસ્ટના રોજ 250 તાલુકા, 150 નગર પાલિકા અને કોર્પોરેશનમાં 450 સ્થળોએ 30 હજાર જેટલા કાર્ડનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat સરકારની નવી પહેલ, હવે આ રીતે મેળવી શકાશે આયુષ્યમાન કાર્ડ

7.ભારે પવનને કારણે સતત છઠ્ઠા દિવસે ગિરનાર રોપવે બંધ

ગીરનાર પર્વત પર ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે સતત છઠા દિવસે બંધ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,ગીરનાર પર્વત પર પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Junagadh: ભારે પવનને કારણે સતત છઠ્ઠા દિવસે ગિરનાર રોપવે બંધ, પવનનો વિડીયો થયો વાયરલ

8.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડની તપાસ કરી રહેલી સમિતિના સભ્યોમાં મતભેદ

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડની તપાસ કરી રહેલી સમિતિમાં બે ફાંટા પડ્યા છે. જ્યારે તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિમાં મતભેદ ઉભા થયા છે. તપાસ સમિતિ દ્વારા જુદા-જુદા બે રિપોર્ટ કુલપતિને સોંપવામાં આવ્યા છે. જેમાં બહુમતી જૂથ તત્કાલિન રજિસ્ટ્રાર જતીન સોનીને બચાવવાની તરફેણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડની તપાસ કરી રહેલી સમિતિના સભ્યોમાં મતભેદ, કુલપતિને બે રિપોર્ટ સોંપવામાં આવ્યા

9.જામકંડોરણા નજીક ફોફળ ડેમની જળસપાટીમાં થયો વધારો 

રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક આવેલા ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી પાંચ ફૂટથી વધીને 10 ફૂટ પર પહોંચી છે. થોડા દિવસ અગાઉ ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ પાંચ ફૂટ નવા નીરની આવક નોંધાઇ હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : જામકંડોરણા નજીક ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો

10.અમદાવાદમાં એરપોર્ટ પરથી મુંબઈ અને દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટો 31 ઓગષ્ટ સુધી રદ

ભારત સરકાર દ્વારા લગાવાયેલા નવા નિયમોના કારણે અમદાવાદથી ઉપડતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-દિલ્લી વચ્ચેની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં દર મંગળવાર અને ગુરૂવારે ઓપરેટ થતી હતી ફ્લાઈટ 31 ઓગષ્ટ સુધી રદ કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad એરપોર્ટ પરથી મુંબઈ અને દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટો 31 ઓગષ્ટ સુધી રદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">