GUJARAT : સોમવારથી ધોરણ 3થી 8ની પરીક્ષાનો પ્રારંભ, અંદાજે 50 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

GUJARAT : કોરોના મહામારી વચ્ચે સોમવારથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં અંદાજે 50 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે.

| Updated on: Mar 13, 2021 | 6:31 PM

GUJARAT : કોરોના મહામારી વચ્ચે સોમવારથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં અંદાજે 50 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની વ્યવસ્થા હાથ ધરી છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવા નહીં આવી શકે તેમને ઘરે બેઠા પ્રશ્નપત્ર અને ઉત્તરવહી મળશે. ધોરણ 3 અને 4માં વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં જવાબ લખવાના રહેશે. તો ધોરણ 5થી 8ને અલગથી ઉત્તરવહી આપવામાં આવશે. જો કે ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમાં 70 ટકા વિદ્યાર્થીઓની હાજરી જરૂરી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ 15થી 22 માર્ચ સુધી પ્રથમ સત્રની નિદાન કસોટી યોજશે. જેમાં સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી તમામ સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી, શિક્ષકો માટે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">