GUJARAT : રાજયમાં રસીકરણનો બીજા તબક્કો, 2 ટકા લોકોને સામાન્ય અસરની ઘટના

GUJARAT : પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓનું રસીકરણ યથાવત્ છે, ત્યારે રસી લીધા બાદ આડઅસરની ઘટનાઓ સામે આવી રહી છે.

| Updated on: Feb 02, 2021 | 2:33 PM

GUJARAT : પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓનું રસીકરણ યથાવત્ છે, ત્યારે રસી લીધા બાદ આડઅસરની ઘટનાઓ સામે આવી રહી છે. રવિવારે અંદાજે ત્રણ હજાર જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી હતી. જેમાંથી 2 ટકા એટલે કે 60 લોકોને રસીની સામાન્ય અસર થઈ હતી. એટલે કે, તાવ, માથાનો દુખાવો અને ઠંડી લાગવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આ પૈકીના એક શિક્ષિકાને વધુ ગંભીર અસર થતાં તેમને બીએપીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમને બીપી લૉ થઈ જવાની ફરિયાદ હતી. સિવિલમાં પણ વહેલી સવારે લોક રક્ષક દળના 15થી વધુ જવાનો તાવ આવતા સારવાર માટે પહોંચ્યા હતા. જો કે, તેમને આઉટડોર સારવાર આપવામાં આવી હતી.

હાલ રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં વેક્સિનની આડઅસર જોવા મળી રહી છે. વડોદરામાં 19 પોલીસ તાલીમાર્થીને આડઅસર થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તરફ સુરતમાં કોરોના રસી લીધા બાદ પોલીસ તાલીમાર્થી 17 યુવતી સહિત 18ને રિએક્શન આવ્યું. આ આડઅસરના થોડા સમયમાં જ અમદાવાદ શહેરમાં પણ 15 મહિલા પોલીસકર્મીને કોરોના વેક્સિનની આડઅસર થઈ હોવાની વાત સામે આવી હતી. જેને પગલે 15 જેટલા પોલીસકર્મી અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કોઈને ગંભીર આડઅસર જોવા મળી નથી. તાવ, માથું દુખવું તેમજ શરીર દુખાવાનાં સામાન્ય લક્ષણો હતાં.

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">