કોણ છે ગુજરાતના ‘ધુરંધર’ ભાવેશ રોજિયા? જેમણે અસલી રહેમાન ડકૈતને પકડ્યો, 6 રાજ્યોમાં હતો વોન્ટેડ
બોલિવુડ ફિલ્મ ધુરંધરને કારણે રહેમાન ડકૈતની ખૂબ ચર્ચા થઈ રહી છે. સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચે અસલી રહેમાન ડકૈતને પકડીને ખળભળાટ મચાવી દીધો છે. ભોપાલના કુખ્યાત 'ઈરાની ડેરા' નો સાગરીત અને અત્યંત ખતરનાક અપરાધી રાજુ આરીન ઉર્ફ આબિલ અલી ઉર્ફ રહમાન ડકૈતને છ રાજ્યોની પોલીસ શોધી રહી હતી. પરંતુ ગુજરાતના જાંબાઝ અને અને તેજ તર્રાર સુપરકોપ ભાવેશ રોજિયા અને તેની ટીમને મળી.

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી બોલિવુડ ફિલ્મ ‘ધુરંધર’માં, અભિનેતા અક્ષય ખન્નાએ પાકિસ્તાનના લ્યારી ક્ષેત્રના કુખ્યાત ડોન રહેમાન ડકૈતનો રોલ કર્યો હતો. ગુજરાતની સુરત સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પણ રિયલ લાઈફના રહેમાન ડકૈતને પકડી પાડ્યો છે. ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સફળતા પ્રાપ્ત થઈ છે. ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ભોપાલના કુખ્યાત ગેંગસ્ટર આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકૈતને સુરતના લાલગેટથી ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચનું આ ઓપરેશન કાબિલેદાદ હતુ કારણ કે તેમા એકપણ ગોળી ચલાવવામાં આવી ન હતી.
છ રાજ્યોની પોલીસ શોધી રહી હતી
તે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત સાતથી વધુ રાજ્યોમાં વોન્ટેડ હતો. તે મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત સાતથી વધુ રાજ્યોમાં વોન્ટેડ હતો. છેલ્લા મહિને તે ભોપાલની ઈરાની ડેરામાં પોલીસના દરોડા દરમિયાન કથિત રીતે પથ્થરમારાની આડમાં ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તે સુરત ભાગી ગયો હતો અને તેના સાળાના ઘરમાં છુપાઈ ગયો હતો. પરંતુ સુરત શહેરની ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો.
કેટલાક કિસ્સાઓમાં, તેઓ જ્યોતિષીઓ અથવા સાધુઓનો વેશ ધારણ કરીને, ધાર્મિક વિધિઓના બહાને ઘરોમાં ઘૂસીને સોનું ચોરી લેતા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેની ગેંગ નકલી પોલીસ બેરિકેડ્સ ગોઠવીને હાઇવે અને નિર્જન રસ્તાઓ પર પણ લૂંટ ચલાવતો હતો.
નામ બદલવું મોડસ ઓપરેન્ડીનો ભાગ
આબિદ અલી કુખ્યાત ‘ઈરાની ડેરા’ ગેંગનો માસ્ટરમાઇન્ડ છે. જેને તે ભોપાલથી ઓપરેટ કરતો હતો અને લૂંટ, છેતરપિંડી અને આગચંપી જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હતો. પોલીસે જણાવ્યું હતું કે તેના પર ઘણા કેસોમાં MCOCA જેવા કડક કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અનુસાર, આરોપીએ સ્થાનિકોમાં ડર ફેલાવવા માટે જાણી જોઈને ‘રહેમાન ડકૈત’ નામ અપનાવ્યું હતું. આરોપી માનતો હતો કે છુપાઈ રહેવાથી તેને દબદબો જાળવનામાં મદદ મળશે. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે દરેક ધરપકડ પછી પોતાની ઓળખ બદલવી અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવો એ એક મુખ્ય રણનીતિ હતી જેના કારણે તે વર્ષો સુધી પોલીસથી બચી શક્યો. ગુજરાત પોલીસના તેજતર્રાર અધિકારી ભાવેશ રોજિયા રહેમાન ડાકુને હાથકડી પહેરાવ્યા બાદ ફરી ચર્ચામાં આવ્યા છે.
કોણ છે ભાવેશ રોજિયા ?
ભાવેશ રોજિયા 2004 માં ગુજરાત પોલીસમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેમને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) તરીકે બઢતી મળી. ત્યારબાદ તેમને સુરત શહેરમાં ACP ની જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ, ગુજરાત સરકારે તેમને DCP તરીકે બઢતી આપી. ભાવેશ રોજિયાએ ગાંધીનગર સીરીયલ કિલર કેસ ઉકેલ્યો અને મોટા ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા. તેમણે પાકિસ્તાનીઓ, ઈરાનીઓ અને અફઘાનીઓની અટકાયત કરી. ડ્યુટી દરમિયાન પોતાનું 100% સમર્પણ દેનારા રોજિયાની ગણતરી ગુજરાતમાં એક કર્મનિષ્ઠ પોલીસ ઓફિસર તરીકે થાય છે.
