5 જૂનના મોટા સમાચાર : Assam-Arunachal Border: આસામ-અરુણાચલ બોર્ડર પર ફાયરિંગ, બેના મોત, ત્રણ લાપતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 11:55 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

5 જૂનના મોટા સમાચાર : Assam-Arunachal Border: આસામ-અરુણાચલ બોર્ડર પર ફાયરિંગ, બેના મોત, ત્રણ લાપતા
Gujarat latest live news and samachar today 10 June 2023

આજે 5 જુન અને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાશે. જાણો વરસાદ અને હવામાનનો હાલ. સાથે જ વાંચો ઓડીશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતની તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Jun 2023 11:50 PM (IST)

    Valsad: કચી ગામમાં સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત

    Valsad: દમણના કચી ગામે સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસ પર બની છે. ઉમરસાડીનો પટેલ પરિવાર સાંસદના ફાર્મ હાઉસ પર ફરવા આવ્યો હતો અને અન્ય પરિવાર બીજા કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તે સમયે બાળકો સ્વિમિંગપુલમાં નાહવા પડયા હતા. જયાં 15 વર્ષના નિવ પટેલ નામના બાળકનું મોત નિપજયું. બનાવને પગલે પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાયો. દમણ કોસ્ટલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 05 Jun 2023 11:19 PM (IST)

    રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવી ઘરઘાટીએ ચલાવી લૂંટ

    Rajkot: વૃદ્ધાને બંધક બનાવી ઘરઘાટીએ જ લૂંટ ચલાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નેપાળી ઘરઘાટીએ 3 લાખની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી છે. ઈન્દિરા સર્કલ નજીક આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. આ વિસ્તાર શહેરનો પોશ વિસ્તાર ગણાય છે. અહીં વૃદ્ધા ઘરે એકલા હતા, ત્યારે ઘરકામ માટે રાખેલી નેપાળી મહિલાએ બાથરૂમમાં પૂરીને અન્ય એક શખ્સ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો છે.

  • 05 Jun 2023 10:50 PM (IST)

    Himmatnagar ના કેનાલ ફ્રન્ટને વધુ સુંદર બનાવાશે, પ્રફુલ પટેલે નિરીક્ષણ કરી ડ્રિમ પ્રોજેક્ટના વિકાસ માટે આપ્યુ માર્ગદર્શન

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અમદાવાદના રિવર ફ્રન્ટની જેમ જ સુંદર કેનાલફ્રન્ટ તૈયાર કરવામાં આવેલો છે. ડ્રીમ પ્રોજેક્ટ મુજબ તત્કાલિન ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલે કેનાલ ફ્રન્ટ તૈયાર કર્યો હતો. જેનુ લોકાપર્ણ નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ. સુંદર રિવરફ્રન્ટને તૈયાર કર્યાના 9 વર્ષ વિતી ચુક્યા બાદ હવે તેને વધુ સુંદર બનાવવાની યોજના ચાલી રહી છે. આ માટે થઈને સ્થાનિક ધારાસભ્ય વિડી ઝાલાની વિનંતીને લઈ દિવ-દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે મુલાકાત લીધી હતી. રિવરફ્રન્ટને તેમના ડ્રીમ પ્રોજેક્ટ મુજબ આગળ વધારવા માટે નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

  • 05 Jun 2023 10:23 PM (IST)

    Assam-Arunachal Border: આસામ-અરુણાચલ બોર્ડર પર ફાયરિંગ, બેના મોત, ત્રણ લાપતા

    Assam: આસામના ધેમાજી જિલ્લામાં સોમવારે અરુણાચલ પ્રદેશ સરહદ પર કથિત ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ગુમ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. આ મામલે માહિતી આપતા SP રંજન ભુઈયાએ જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્થાનિક લોકો આંતરરાજ્ય સરહદી વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યા હતા.

  • 05 Jun 2023 09:57 PM (IST)

    Rajkot: RMCએ લીધેલા કપાસિયા તેલના નમૂના થયા ફેલ, કપાસિયા તેલમાં પામોલીન તેલની ભેળસેળ

    Rajkot: હળદર નકલી, મરી-મસાલા નકલી, વરીયાળી અને જીરુ પણ નકલી. ગોળ અને પનીરના નમૂના પણ ફેલ. જોકે હવે તો ખાદ્યતેલ પણ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. લોકો માટે હવે સવાલ એ છે કે, ખાવું તો ખાવું શું? ગૃહિણીઓ ઘી-તેલથી માંડીને મસાલા અને ખાદ્ય પદાર્થોનો વિશેષ ઉપયોગ કરતી હોય છે. પણ નકલીનો વેપાર કરનારા લેભાગુ તત્વો લોકોના આરોગ્ય સાથે ખતરનાક ખેલ ખેલી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હવે ખાદ્યતેલમાં પણ ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ કોર્પોરેશને લીધેલા કપાસિયા તેલના નમૂના ફેલ થયા છે.

  • 05 Jun 2023 09:12 PM (IST)

    Wrestlers Protest: વિરોધ ખત્મ કરવાના દાવા પર કુસ્તીબાજોએ કહ્યું ‘નોકરીનો ડર ના બતાવશો’, 10 સેકન્ડમાં છોડી દઈશુ’

    Wrestlers Protest: મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે (Sakshi Malik) કહ્યું છે કે જેઓ અમારા મેડલની કિંમત 15 રૂપિયા કહેતા હતા તેઓ હવે અમારી નોકરી પાછળ પડ્યા છે. અમારૂ જીવન જોખમમાં છે, તેની આગળ નોકરી એ ખુબ નાની વાત છે. સાક્ષી મલિકે કહ્યું છે કે જો નોકરી ન્યાયના માર્ગમાં અવરોધ બનશે તો અમે તેને છોડી દઈશું. તે જ સમયે, સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કાદિયાને ફેસબુક લાઈવ પર આવીને કહ્યું હતું કે વિરોધ ખત્મ કરવાના જે પણ સમાચાર ચાલી રહ્યા છે, તે ખોટા છે.

  • 05 Jun 2023 08:52 PM (IST)

    જોરદાર તોફાનને કારણે ગંગામાં ડૂબી ગયેલા 7 લોકોમાંથી 6 લોકોના મૃતદેહ મળ્યા

    પ્રયાગરાજમાં રવિવારે મોડી સાંજે ન્હાતી વખતે જોરદાર વાવાઝોડાના કારણે સંગમમાં ડૂબી જવાથી 5 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી 4ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, દિહા ઘાટ પર ગંગામાં ડૂબી ગયેલા બે કિશોરોના મૃતદેહ પણ સોમવારે સાંજ સુધી મળી આવ્યા છે.

  • 05 Jun 2023 08:28 PM (IST)

    આસામ-અરુણાચલ બોર્ડર પર ફાયરિંગ, 2ના મોત, 2 ઘાયલ

    આસામના ધેમાજી જિલ્લાના એસપી રંજન ભુયાનના જણાવ્યા અનુસાર, એક હુમલાખોરે આસામ-અરુણાચલ બોર્ડર પાસે ગોળીબાર કર્યો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

  • 05 Jun 2023 08:10 PM (IST)

    Gujarat News Live : બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી સરકારના 9 વર્ષની ઉપલબ્ધિઓ અંગેના પુસ્તકનું કર્યુ વિમોચન

    બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર એક પુસ્તક લોન્ચ કર્યું છે. તેણે પુસ્તકના લોકાર્પણ પ્રસંગે કહ્યું છે કે 2014 પહેલા અને પછીના સમયમાં ઘણો તફાવત છે. આ દરમિયાન તેમણે મોદી સરકારના વખાણ કર્યા અને અનેક કામોની યાદી અને ઉપલબ્ધિ ગણાવી.

  • 05 Jun 2023 07:25 PM (IST)

    Gujarat News Live : ગુજરાત અને મહારાષ્ટ્રને ધમરોળશે વાવાઝોડુ, વરસાદ સાથે ફુંકાશે તોફાની પવન

    ગુજરાતના અનેક જિલ્લાનું હવામાન બગડવા જઈ રહ્યું છે. રાજ્યમાં બાયપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે.

    આ સમાચાર વિગતે જાણવા માટે અહીં ક્લિક કરો.

  • 05 Jun 2023 07:23 PM (IST)

    Gujarat News Live : રાજકોટમાં ચાંદીના 25 વેપારીઓ સાથે 1 શખ્સે આચરી છેતરપિંડી, 300 કિલો ચાંદી લઈ થયો ફરાર

    રાજકોટમાં 300 કિલો ચાંદી લઈ જઈને 25 વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. એક શખ્સે ચાંદીના 25 જેટલા વેપારીઓ પાસેથી 300 કિલો ચાંદી (Silver) લઈને ફરાર થઈ ગયો છે. ખાત્રીવાડના વેપારી કેતન ઢોલરીયા નામના વેપારીએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે વેપારીઓને સાથે રાખીને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને શખ્સને ઝડપી લેવા માટે માંગ કરી છે.

    આ સમાચાર વિગતે જાણવા માટે અહીં ક્લિક કરો.

  • 05 Jun 2023 06:57 PM (IST)

    Gujarat News Live : આસામ-અરુણાચલ બોર્ડર પર ફાયરિંગ, 2ના મોત, 2 ઘાયલ

    આસામના ધેમાજી જિલ્લાના એસપી રંજન ભુયાનના જણાવ્યા અનુસાર, એક હુમલાખોરે આસામ-અરુણાચલ બોર્ડર પાસે ગોળીબાર કર્યો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

  • 05 Jun 2023 06:48 PM (IST)

    Gujarat News Live : લખનૌના એકાના સ્ટેડિયમમાં અકસ્માત, તોફાની પવનથી બોર્ડ પડ્યું, કેટલાક દટાયા; રાહત કાર્ય ચાલુ

    એકાના સ્ટેડિયમનું ભારે ગ્લોસિન બોર્ડ સોમવારે સાંજે લગભગ 4.30 વાગ્યે જોરદાર તોફાનમાં પડી ગયું. સ્ટેડિયમની સામે જ રોડ પર લોખંડની એંગલ પર બોર્ડ મૂકવામાં આવ્યું હતું. બોર્ડની નીચે અનેક કાર, બાઇક સવારો અને રાહદારીઓ દટાઇ ગયા હતા. જો કે તંત્ર દ્વારા બચાવ અને રાહતકામ હાથ ધરવામાં આવ્યું છે.

  • 05 Jun 2023 06:43 PM (IST)

    Gujarat News Live : ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ 950 મુસાફરોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

    ઓડિશાના બાલાસોરમાં ગત શુક્રવારે મોડી સાંજે થયેલા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 1100થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 950થી વધુ લોકોને રજા આપવામાં આવી છે. અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોમાંથી 170 મૃતકોની ઓળખ થઈ ગઈ છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે, મૃતદેહોને મોકલવામાં પરિવારને સંપૂર્ણ મદદ કરવામાં આવી રહી છે.

  • 05 Jun 2023 04:53 PM (IST)

    Gujarat News Live : અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે અકસ્માત, રોડ ક્રોસ કરવા જતા ત્રણ શ્રમિકોના મોત

    ગાંધીનગર જિલ્લાના છત્રાલ પાસે કારની ટક્કરે ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ શ્રમિકો રોડ ક્રોસ કરવા જતા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. જો કે ઘટનાની જાણ થતા જ કલોલ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ સમગ્ર કેસમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    આ સમાચાર વધુ વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 05 Jun 2023 04:09 PM (IST)

    Gujarat News Live : પાકિસ્તાનમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ અને સેનાના બે જવાનના મોત

    પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાના સમાચાર છે. બંને તરફથી થયેલા ગોળીબારમાં સેનાના બે જવાનો અને બે આતંકીઓના મોતના સમાચાર છે. સેના તરફથી મળેલી માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ પણ ઘાયલ થયા છે.

  • 05 Jun 2023 03:34 PM (IST)

    Gujarat News Live : FCI દ્વારા વડોદરાના ડભોઇમાં જુવારની ખરીદીનો કરાયો પ્રારંભ

    ગુજરાત રાજ્યમાં પ્રથમવાર FCI દ્વારા જુવારની ખરીદી શરૂ કરાઈ છે. જુવાર વેચવા માટે ખેડૂતોએ FCIમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. જુવાર પાકની ખરીદી શરૂ થતાં ખેડૂત આલમમાં ખુશી વ્યાપી ગઈ છે.

  • 05 Jun 2023 03:31 PM (IST)

    Gujarat News Live : મનીષ સિસોદીયાને હાઈકોર્ટમાંથી ના મળ્યા વચગાળાના જામીન

    દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાએ 6 મહિના માટે વચગાળાના જામીન માંગ્યા હતા.

  • 05 Jun 2023 03:04 PM (IST)

    Gujarat News Live : દુબઈ જઈ રહી હતી અભિષેક બેનર્જીની પત્ની, એરપોર્ટથી મોકલી દેવાઈ પરત

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીની પત્ની રૂચિરા બેનર્જી તેના બાળકો સાથે દુબઈ જઈ રહી હતી, પરંતુ તેને કોલકાતા એરપોર્ટ પર વિદેશ જતા અટકાવવામાં આવી હતી.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 05 Jun 2023 03:02 PM (IST)

    Gujarat News Live : Surat : સિવિલ હોસ્પિટલમાં રોબોટ અને ફાયરના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા

    સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બાદ હવે કોરોના કાળમાં ઉપયોગમાં લેવાયેલા રોબોટ (Robot) અને ફાયરના સાધનો (Fire instruments) ધૂળ ખાતા નજરે પડ્યા છે. આ અંગે આરએમઓ દ્વારા લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, હાલ આ મશીનો ઉપયોગમાં લેવામાં આવતા નથી. જેથી તેને સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે સાફ સફાઈ પણ કરવામાં આવે છે.

    આ સમાચાર વિગતે જાણવા માટે અહીં ક્લિક કરો.

  • 05 Jun 2023 02:21 PM (IST)

    Gujarat News Live: મુખ્તાર અંસારીને આજીવન કેદ, એક લાખનો દંડ; અવધેશ રાય હત્યા કેસમાં કોર્ટે 32 વર્ષ બાદ ફટકારી સજા

    32 વર્ષ પહેલા વારાણસીમાં કોંગ્રેસ નેતા અવધેશ રાયની કરાયેલ હત્યાના કેસમાં, કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. તેના પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એક લાખનો દંડ ના ભરે તો મુખ્તારને વધુ છ મહિનાની કેદની સજા ભોગવવી પડશે.

  • 05 Jun 2023 01:35 PM (IST)

    રાજસ્થાનઃ પેપર લીક મામલે EDએ 27 સ્થળ પર દરોડા પાડ્યા

    રાજસ્થાનના પેપર લીક કેસમાં EDની એન્ટ્રી થઈ છે. રાજસ્થાનમાં 27 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. ઈડીની ટીમ મુખ્ય આરોપી સુરેશ ઢાકાના ઘરે પણ પહોંચી ગઈ છે. જયપુરના વૈશાલી નગરના આશાપૂર્ણા એમ્પાયરમાં સુરેશ ઢાકાના ફ્લેટ પર છેલ્લા 24 કલાકથી EDનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

  • 05 Jun 2023 01:34 PM (IST)

    1 જુલાઈથી અમરનાથ યાત્રામાં NDRF-SDRF ની સુરક્ષા રાખવામાં આવશે

    1લી જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. આ વખતે NDRF, SDRF અને પર્વતારોહણ બચાવની ઘણી ટીમો પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પર તૈનાત કરવામાં આવશે. અમરનાથ યાત્રા દરમિયાન કોઈપણ કુદરતી આફતનો સામનો કરવા માટે પર્વતારોહણ બચાવ ટીમ દ્વારા NDRF અને SDRF જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.

  • 05 Jun 2023 12:28 PM (IST)

    અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારી દોષિત, 32 વર્ષ બાદ આવ્યો ચુકાદો

    બાંદા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય અને મુખ્તાર અંસારીને 32 વર્ષ જૂના કેસમાં વિશેષ અદાલતે દોષિત જાહેર કર્યા છે. કોર્ટે સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે.

  • 05 Jun 2023 11:36 AM (IST)

    ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી, 3 બેઠક માટે ચૂંટણી યોજાશે

    Gandhinagar :  ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્ય સભાની ચૂંટણી (Rajya Sabha Elections) યોજાવાની સંભાવના છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Central Election Commission) જે રાજ્યોમાં રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થાય છે તે રાજ્યોને પત્ર લખ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલ ઠાકોર, દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ થવાની છે. ત્યારે આ વખતે પણ 3 બેઠકો પર ભાજપનું પ્રતિનિધિત્વ થશે.

  • 05 Jun 2023 11:34 AM (IST)

    Breaking News: મહાભારતના ‘શકુની મામા’ ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન

    મહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું નિધન થયું છે અને તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે કરવામાં આવશે

  • 05 Jun 2023 11:31 AM (IST)

    ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢના મેંધાપાલીમાં માલગાડીના છ ડબ્બા પાટા પરથી ઉતર્યા

    Odisha: ઓડિશાના બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માલગાડી ચુનાના પત્થરો લઈને જતી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હચમચાવી નાખનાર બાલાસોર ટ્રેન દુર્ઘટનાના દિવસો પછી, ઓડિશામાં બીજી ટ્રેન પાટા પરથી ઉતરી જવાના અહેવાલ છે. ઘટના બારગઢ જિલ્લાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે બરગઢમાં લાઈમસ્ટોન લઈ જતી માલગાડીના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

  • 05 Jun 2023 09:10 AM (IST)

    લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન થશે, હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે ટર્મિનલ

    Ahmedabad : હેરિટેજ શહેરની ઓળખ ધરાવતા અમદાવાદના હાર્દ સમાન લાલ દરવાજાના (Lal darwaja) નવા AMTS બસ સ્ટેન્ડનું આજે ઉદ્ધાટન થશે. CM ભૂપેન્દ્ર પટેલ આ બસ સ્ટેન્ડને ખુલ્લું મૂકાશે. 8.88 કરોડ રુપિયાના ખર્ચે બસ ટર્મિનલ તૈયાર થયુ છે અને તેને હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે. જયપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરી બસ સ્ટેન્ડને હેરિટેજ લૂક અપાયો છે. ફાનસ પેટર્નની લાઈટો બસ સ્ટેન્ડના આકર્ષણમાં વધારો કરે છે. લાલ દરવાજા બસ સ્ટેન્ડ પરથી 49 રૂટ પર 118 બસ ઓપરેટ થશે. દૈનિક 2.25 લાખ લોકો લાલ દરવાજા ટર્મિનસથી અવરજવર કરે છે.

  • 05 Jun 2023 08:58 AM (IST)

    Ahmedabad આવનારી ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી, ખરાબ વિઝિબિલિટીથી વિલંબ થતા મુસાફરો પરેશાન

    અમદાવાદ એરપોર્ટ પર રવિવારે ઉતરનારા કેટલાક મુસાફરો ખરાબ વાતાવરણને લઈ પરેશાન થવા મજબૂર બન્યા હતા. રવિવારે રાજ્યમાં વહેલી સવારે વાતાવરણ ખરાબ બન્યુ હતુ. ભારે પવન ફૂંકાવા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ખરાબ હવામાનની સ્થિતીને લઈ અમદાવાદ એરપોર્ટ આવતી કેટલીક ફ્લાઈટ્સને સુરત અને મુંબઈ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. નબળી વિઝિબિલિટીને લઈ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવી મુશ્કેલ જણાતા ફ્લાઈટ ડાવયવર્ટ કરવી પડી હતી. જ્યારે અમદાવાદની કેટલીક ફ્લાઈટ્સ મોડી થઈ હતી.

  • 05 Jun 2023 08:57 AM (IST)

    Mumbai Airport: DRI અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી 6.2 કરોડની કિંમતનું 10 કિલો સોનું જપ્ત કર્યુ

    Mumbai: UAEના શારજાહથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટના 2 મુસાફરો તેમની કમરમાં 8 સોનાના બિસ્કિટની બાંધીને લાવ્યા હતા જે અંગે તપાસ થતા ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 6 કરોડથી વધુનું સોનું જપ્ત કર્યું છે. ડીઆરઆઈએ જુદા જુદા કેસમાં કુલ 10 કિલો સોનું જપ્ત કર્યું છે.

    10 કિલો સોનું કમરે બાંધીને લાવ્યા

    ડીઆરઆઈ દ્વારા અન્ય એક સાથીદારની ધરપકડ કરવામાં આવી છે. સોનાની દાણચોરી કેસમાં કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાસેથી મળી આવેલા સોનાની કિંમત 4 કરોડ 94 લાખ રૂપિયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, પહેલા કિસ્સામાં એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શારજાહથી મુંબઈ પહોંચેલા બે મુસાફરોને રોકવામાં આવ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ દ્વારા આ મુસાફરોની તપાસ દરમિયાન 24 કેરેટની 8 સોનાની લગડીઓ મળી આવી હતી.

  • 05 Jun 2023 08:00 AM (IST)

    અમદાવાદના ઈસનપુરમાં બનેલા રોડને લઈ વિવાદ, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેને કર્યો ખુલાસો

    અમદાવાદના ઇસનપુરમાં ડેપ્યુટી ચેરમેનના ઘર પાસે બનેલા રસ્તાને લઈ મોટો વિવાદ થયો છે. આલોક પુષ્પક બંગલોમાં વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડ બનતા વિવાદ સર્જાયો છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉભી થતા વ્હાઈટ ટોપીંગ રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

    રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના શંકર ચૌધરી ડેપ્યુટી ચેરમેન બન્યા તે પહેલા રસ્તો બનાવવા માટે દરખાસ્ત કરી હતી. દોઢથી બે કરોડના ખર્ચે 400 મીટરનો વાઈટ ટોપીંગ રસ્તો ડ્રેનેજ સિસ્ટમ સાથે બનાવાયો છે. રસ્તો બનાવાયા બાદ વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થઈ હતી.

  • 05 Jun 2023 08:00 AM (IST)

    Global Market : સાપ્તાહિક કારોબારની શરૂઆત તેજી સાથે થઈ શકે છે, આ પરિબળો કરશે અસર

    Global Market : ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જોરદાર તેજી સાથે શરૂઆત કરી શકે છે. આજે વૈશ્વિક બજારમાંથી જે સંકેતો મળી રહ્યા છે તે સકારાત્મક છે. SGX NIFTY  100 પોઈન્ટની મજબૂતાઈ સાથે 18700ની પાર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ દોઢ ટકા ચઢ્યો છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી પણ લગભગ અડધા ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. શુક્રવારે અમેરિકન બજારો પણ લીલા નિશાનમાં બંધ થયા છે. અગાઉ 2 જૂને BSE સેન્સેક્સ 118 પોઈન્ટ વધીને 62,547 પર બંધ થયો હતો.

  • 05 Jun 2023 07:38 AM (IST)

    રાજકોટના કાલાવડ રોડના અંડરબ્રિજમાં ઓઈલ ઢોળાતા ટુ વ્હીલર ચાલકોની દશા બેઠી, અનેક પટકાતા થયા ઈજાગ્રસ્ત

    રાજકોટના ( Rajkot ) કાલાવડ રોડ અંડરબ્રિજ પર કોઈ વાહનમાંથી લીક થતા ઓઈલ ઢોળાયું હોવાની ઘટના સામે આવી છે. ઓઈલ લીક ( Oil leak) થતા કેટલાક ટુ વ્હીલર ચાલકો નીચે પટકાયા હતા. મોટાભાગના ટુ વ્હીલર ચાલકોને સામાન્ય ઈજા થઈ છે.

    જ્યારે એક બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજા થતા સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને રસ્તા પર ઢોળાયેલુ ઓઈલ દૂર કરાયું હતું.

    અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું હતુ ઓઇલ

    તો આ અગાઉ અમદાવાદના પાલડીમાં ચંદ્રનગર બ્રિજ પર ઓઈલ ઢોળાયુ હતુ. રસ્તા પર ઓઇલ ઢોળાતા હાલ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાની બની હતી. રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓઈલ પર વાહનચાલકો સ્લીપ ન થાય તેની પોલીસે તકેદારી રાખતા અકસ્માત સર્જાતા અટક્યા હતા.

  • 05 Jun 2023 07:37 AM (IST)

    અમારી જવાબદારી હજુ ખતમ નથી થઈ…ગુમ લોકોની વાત કરતા ભાવુક થઈ ગયા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

    Odishaઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા હતા. રેલવે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પુનઃસ્થાપન અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને ગળગળા થઈ ગયા. ગળામાં ડૂમા સાથે, રેલવે મંત્રીએ કહ્યું કે બાલાસોર રેલ દુર્ઘટના સ્થળ પર રેલ ટ્રેકના પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે બંને બાજુથી (UP-DOWN)રેલ ટ્રાફિક માટે રસ્તો સાફ કરવામાં આવ્યો છે.

  • 05 Jun 2023 07:36 AM (IST)

    આવતીકાલથી મળનારી ત્રિદિવસીય બેઠકમાં વ્યાજદર અંગે રિઝર્વ બેંક શું નિર્ણય લેશે?

    RBI MPC Meeting : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એપ્રિલમાં છૂટક ફુગાવામાં ઘટાડો અને તેમાં આગળ રાહત મળવાની શક્યતાઓ વચ્ચે 8 જૂને પોલિસી રેપો રેટ(Repo Rate)ને 6.5 ટકા પર યથાવત રાખી શકે છે. નિષ્ણાતો માને છે કે આ ભૂતકાળમાં પોલિસી મોરચે લેવામાં આવેલ નિર્ણયની અસરકારકતાનો સંકેત હશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 6 થી 8 જૂન દરમિયાન મળવાની છે. નાણાકીય નીતિની 43મી બેઠકના નિર્ણયો 8 જૂન એટલે કે ગુરુવારે જાહેર કરવામાં આવશે. એપ્રિલમાં છેલ્લી MPC મીટિંગમાં RBIએ વ્યાજ દરમાં વધારો અટકાવી દીધો હતો અને રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.

  • 05 Jun 2023 07:35 AM (IST)

    દ્વારકા ગામની અનોખી શાળા, વૃક્ષો ઔષધિઓ અને રંગબેરંગી ફૂલછોડની વચ્ચે ભણે છે બાળકો

    કોડીનાર નજીક મૂળ દ્રારકા ગામા અનોખી શાળા અનેક ને પ્રેરણા આપે છે. વૃક્ષો, ઔષધિઓ અને રંગબેરંગી ફૂલછોડો થી આ સરકારી શાળા હરિયાળી બની છે. ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી 'ગ્રીન સ્કૂલ'માં 600 થી વધુ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. શિક્ષણ સાથે પ્રક્રૃતીના જતન માટેના પાઠ પણ આ શાળા શિખવવામાં આવે છે. બીજબેંક' સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તીઓ વડે ફૂલછોડ-વૃક્ષની જાળવણીના બીજ અહી વિદ્યાર્થીઓમાં રોપાય છે.

  • 05 Jun 2023 07:10 AM (IST)

    ગંગા નદીમાં પત્તાની જેમ ધરાશાય નિર્માણાધીન પુલ, 8 વર્ષથી ચાલી રહ્યું હતું કામ, ગુણવત્તા મુદ્દે ઉઠ્યા સવાલ

    ભાગલપુરઃ બિહારના ભાગલપુર જિલ્લામાં રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. ભાગલપુરમાં નિર્માણાધીન પુલ ગંગા નદીમાં પડ્યો. ખાગરિયાના આગવાની-સુલતાનગંજ વચ્ચે આ નિર્માણાધીન પુલ બનાવવામાં આવી રહ્યો હતો. પુલનો 200 મીટર જેટલો ભાગ નદીમાં પડી ગયો છે. નિર્માણાધીન પુલ ધરાશાયી થવાની ઘટના રવિવાર સાંજની છે. જ્યારે આ અકસ્માત થયો હતો. તે સમયે બ્રિજ પર કોઈ હાજર નહોતું. આના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

  • 05 Jun 2023 06:42 AM (IST)

    Breaking News : દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક પુરુષોના છાત્રાલય પર હુમલો, આઠના મોત

    Breaking News : પૂર્વી દક્ષિણ આફ્રિકાના શહેર ડરબન નજીક ગઈ કાલે બંદૂકધારીઓએ પુરુષોની છાત્રાલય પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આઠ લોકોના મોત થયા છે. અને અન્ય બે લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે. પોલીસે રવિવારે આ સમગ્ર ઘટનાની આપી છે.

  • 05 Jun 2023 06:41 AM (IST)

    રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની સંભાવના, અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરશે

    હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 44 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

    અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 40 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે

Published On - Jun 05,2023 6:40 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">