આજે 18 જુન રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભારતના સૌથી મોટા OTT અને વેબ એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ્સ IWMBuzz ડિજિટલ અને OTT એવોર્ડ્સ સીઝન 5 (IWMBuzz ડિજિટલ અને OTT એવોર્ડ્સ સીઝન 5) રવિવારે મુંબઈમાં યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં TV9 નેટવર્કના MD અને CEO બરુણ દાસને બેસ્ટ OTT શોનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ ફંક્શનનું આયોજન સાંજે 7.30 કલાકે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મીડિયા અને ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ડીસાના પૂર્વ ધારાસભ્ય સાથે થરાદ પાલિકા પૂર્વ ઉપપ્રમુખ સહીત કોંગી 4 કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાશે. ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાય તેવી છેલ્લા કેટલાય સમયથી હતી અટકળો. ડીસા માર્કેટયાર્ડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને હસ્તે ધારણ કરશે કેસરિયો ખેસ. લોકસભા પહેલા જ એક સાથે કોંગ્રેસને 5 નેતાઓ ગુમાવવાનો વારો આવ્યો છે. ડીસાના શહેર કોંગ્રેસ પ્રમુખ અને ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમે પાંચ વર્ષ બાદ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ટુર્નામેન્ટ જીતી છે. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આજે 18 જૂન રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં લેબનોનને 2-0થી ભારતે હરાવ્યું હતું. ભારત માટે આ મેચમાં પ્રથમ ગોલ કેપ્ટન સુનીલ છેત્રીએ કર્યો હતો. ત્યાર પછી લલિયાન્ઝુઆલા ચાંગતેએ બીજો ગોલ કર્યો હતો. ભારતીય ફૂટબોલ ટીમે, બીજી વાર Intercontinental Cup જીત્યો છે.
આજે સવારે વિરામ લીધા બાદ મોડી સાંજે અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે, અંબાજીના બજારોમાં ચોતરફ પાણી જ પાણી થઈ ગયું હતું. વરસાદને કારણે અંબાજીના બજારો વહેલા બંધ થઈ ગયા હતા. છેલ્લા ચાર દિવસથી અંબાજીમાં વરસાદ પડી રહ્યો હતો. જો કે આજે સવારે વરસાદે વિરામ લીધો હતો.
હર્ષ સંઘવીએ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી, મંદિરના ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રથયાત્રાની સમગ્ર સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરતા સંઘવીએ જણાવ્યું હતુ કે, 25 હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા સાંભળશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની (RSS) આજે સમન્વય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રીમંડળના સભ્ય ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ હાજર રહ્યા હતા.
ચક્રવાત ‘બિપરજોય’ના કારણે ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદરી-ભીલડી સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં 11 ટ્રેન રદ કરવામાં આવી છે. 3 ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. તો એક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેનો
1. તારીખ 19.06.2023 ટ્રેન નંબર 04841 જોધપુર-ભીલડી સ્પેશિયલ
2. તારીખ 19.06.2023 ટ્રેન નંબર 04842 ભીલડી-જોધપુર સ્પેશિયલ
3. તારીખ 19.06.2023 ટ્રેન નંબર 14893 જોધપુર-પાલનપુર એક્સપ્રેસ
4. તારીખ 20.06.2023 ટ્રેન નંબર 14894 પાલનપુર-જોધપુર એક્સપ્રેસ
5. તારીખ 19.06.2023 ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
6. તારીખ 20.06.2023 ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
7. તારીખ 19.06.2023 ટ્રેન નંબર 14819 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
8. તારીખ 19.06.2023 ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ
9. તારીખ 19.06.2023 ટ્રેન નંબર 20483 ભગતકી કોઠી-દાદર એક્સપ્રેસ
10. તારીખ 20.06.2023 ટ્રેન નંબર 20484 દાદર-ભગતકી કોઠી એક્સપ્રેસ
11. તારીખ 19.06.2023 ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
1. 18.06.2023 ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-ભીલડી-જોધપુરને બદલે અમદાવાદ-પાલનપુર-મારવાડ જંક્શન-લુની-જોધપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
2. 18.06.2023ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ગાંધીધામ-ભીલડી-સમદરી-જોધપુરને બદલે ગાંધીધામ-પાલનપુર-મારવાડ જંકશન-લુની-જોધપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
3. 18.06.2023 ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સાબરમતી-ભીલડી-સમદરી-જોધપુરને બદલે સાબરમતી-પાલનપુર-મારવાડ જંક્શન-લુની-જોધપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
• ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ 18.06.2023 ના રોજ જેસલમેરથી ઉપડશે તે જોધપુર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન જોધપુર અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ભારતીય સેનાની રોમિયો ફોર્સ અને પૂંછની SOG પોલીસે જમ્મુ અને કાશ્મીરમાં 61 વિસ્ફોટક સામગ્રી અને 11 જીવંત બોમ્બને નિષ્ક્રિય કર્યા છે. સુરક્ષા દળોને આ સામગ્રી સેરી ચૌવાના ગામમાંથી મળી હતી.
બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છમાં વીજ પોલને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. માંડવીના ટોપણસર તળાવ વચ્ચે આવેલા વીજ પોલના વાયરિંગમાં નુકસાની થઈ હોવાથી તેની મરમ્મત કરવી જરૂરી હતી. જોકે, તળાવમાં પાણી ભરેલું હોવાથી ત્યાં પગપાળા પહોંચી શકાય એવી સ્થિતિ નહોતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે રથયાત્રાને લઈને પૂરજોસ તૈયારી પોલીસ વિભાગ તેમજ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રથયાત્રામાં ઉમટનાર ભાવી ભક્તોને માટે પણ પ્રસાદીને લઈને પૂરજોશ તૈયારીઓ શરૂ કરી દેવાય છે. સરસપુર ખાતે વિવિધ પોળમાં રસોડા શરુ કરીને કામગીરી શરૂ કરાઈ છે.
CM ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં યોજાનારી 146મી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.
હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે આદિપુરુષ ફિલ્મના માત્ર કેટલાક ડાયલોગ જ નહીં પરંતુ તેની કોસ્ચ્યુમ પણ વાંધાજનક છે, જેને દૂર કરવી પડશે. આવતીકાલે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થવાની છે. ફિલ્મના લોકો સામે એફઆઈઆર દાખલ કરશે. તેમણે કહ્યું કે તમે લોકો અમારી સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છો.
Rathyatra 2023 : અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે રાજયના સૌથી મોટા રથ પર સવાર થઈ નગર ચર્ચાએ નીકળશે. સુરત વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે રીતે રોડ પર ઈલેક્ટ્રીક વાહન જોવા મળે છે. તે જ ટેકનિકથી આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે . ટ્રકના નીચેના ભાગને ઉપયોગ કરી તેની ઉપર રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે.
પુણેના કેકે ગંગાધામ ચોક પાસે આવેલી આઈ માતા મંદિરની સામે કોમર્શિયલ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તારના ગોડાઉનમાં પ્રથમ આગ લાગી હતી. જેના કારણે ડઝનબંધ દુકાનો અને ગોડાઉન આગની લપેટમાં આવી ગયા હતા. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 22 ગાડીઓ સ્થળ પર હાજર છે.
આદિપુરુષ ફિ્લ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ફિલ્મમા બોલાયેલ ડાયલોગ પર લોકોની ભાવનાને ઠેસ પહોચી છે. ત્યારે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને તેમણે કહ્યું છે કે ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે તેમજ લોકોની ભાવનાથી વધારે કઈ જ નથી હોવાનું પણ જણાવ્યુ છે.
‘મન કી બાત’માં પીએમ મોદીએ ટીબીના ખાત્મા વિશે કહ્યું, ‘જનભાગીદારીથી જ દેશને ટીબી મુક્ત બનાવી શકાય છે. 10 લાખથી વધુ ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે ટીબીની માહિતી મળતાં તેમના પરિવારના સભ્યો પણ દૂર રહેતા હતા, પરંતુ આજના સમયમાં ટીબીના દર્દીને પરિવારનો સભ્ય બનાવીને મદદ કરવામાં આવી રહી છે.
આજે રવિવારે એટલે કે 18મી જૂને તેમનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમનો આ 102મો એપિસોડ છે. ત્યારે મન કી બાતમાં પીએમ મોદીએ કચ્છના લોકોની પ્રશંસા કરી છે. ‘મન કી બાત’માં પીએમ મોદીએ કહ્યું- ટીમ વર્કના કારણે બિપરજોયથી નુકસાન ઓછું થયું, કચ્છના લોકોએ હિંમતથી વાવાઝોડાનો સામનો કર્યો.
કાશ્મીરીઓના લાયસન્સ ગુજરાતમાં બનાવવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં રહેતા લોકોના આર્મીના નામથી લાયસન્સ ગાંધીનગર આરટીઓમાં બનાવવાનું રેકેટ ઝડપાયું છે. ગાંધીનગર આરટીઓના એજન્ટ સંતોષ ચૌહાણ અને ધવલ રાવત કાશ્મીરી યુવકોને મળ્યા હતા.
ગાંધીનગરમાં આવેલા વિવિધ કૅન્ટોમેન્ટના એડ્રેસ પર બોગસ ડોક્યુમેન્ટના આધારે છેલ્લા ત્રણ વર્ષમાં બે હજારથી વધુ લાયસન્સ બનાવ્યા. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 288થી વધુ લાયસન્સ રિકવર કર્યા છે. જ્યારે પોલીસને ઓટોમેટિક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ અલગ અલગ વસ્તુઓ પણ મળી આવી છે. જમ્મુ કશ્મીરના અસફાક, નઝીર અને વસીમના કહેવાથી એજન્ટો ડુપ્લીકેટ લાયસન્સ બનાવતા હતા. જેથી આ ત્રણેય શખ્સો કોઈ આતંકી સંગઠન સાથે સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે ક્રાઇમ બ્રાંચની એક ટીમ જમ્મુ કશ્મીર તપાસ માટે જશે. ગાંધીનગર RTOના કોઈ અધિકારીની મિલીભગતથી આ રેકેટ ચાલતું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.
બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં દાંતામાં 7 ઈંચ અને ધાનેરામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે.
જ્યારે દાંતીવાડા અને પાલનપુરમાં પણ 6-6 ઇંચ વરસાદ વરસ્યો છે. ડીસામાં સાડા 5 ઇંચ અને દિયોદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પોશીનામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ પાટણના સાંતલપુરમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાધનપુરમાં 5 ઈંચ અને સિદ્ધપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પોશીના તાલુકામાં વરસ્યો છે. છેલ્લા બે દિવસથી પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોશીના તાલુકામાં વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને તલોદને બાદ કરતા અન્ય 6 તાલુકાઓમાં એકંદરે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.
લેહ-લદ્દાખના નોર્થ ઈસ્ટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો
An earthquake with a magnitude of 4.3 on the Richter Scale hit 279km North East of Leh, Ladakh at around 8:28 am today: National Center for Seismology pic.twitter.com/LiFFoDVXRm
— Tv9 Gujarati (@tv9gujarati) June 18, 2023
Rathyatra : ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવની વિધિ યોજાશે. અમદાવાદના જમાલપુર સ્થિત પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિ સમયે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેશે. ભગવાન જગન્નાથ, બલભદ્રજી, બહેન સુભદ્રાજી પંદર દિવસ સરસપુરમાં મામાના ઘરે રહ્યાં બાદ પરત ફર્યા છે. ત્યારે પ્રભુનો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનનો પ્રવેશ કરાવવામાં આવશે. પ્રભુએ મોસાળમાં રોકાણ સમયે મિષ્ટાનો અને જાંબુ વધુ આરોગ્યા હોવાથી આંખો આવે છે.
પાકિસ્તાનમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હાઈવે પર મુસાફરી કરી રહેલી બસ બ્રેક ફેઈલ થવાને કારણે પલટી જતાં 5 મહિલાઓ અને 3 બાળકો સહિત ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. બસ લાહોરથી રાવલપિંડી જઈ રહી હતી ત્યારે તે કલ્લાર કહાર સોલ્ટ રેન્જ પાસે હાઈવે પર પલટી ગઈ હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આ અકસ્માતમાં 5 મહિલાઓ અને 3 બાળકો સહિત ઓછામાં ઓછા 13 મુસાફરોના મોત થયા હતા અને 25 અન્ય ઘાયલ થયા હતા’
Junagadh : મજેવડીમાં દરગાહના ડિમોલિશનની નોટિસ આપવા મામલે કેટલાક અસામાજિક તત્વોએ મજેવડી પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં જાહેરમાં યુવકોને મારમારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઈમરાન ખેડાવાલાએ કરી છે. આ પ્રકારની માગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ હુમલો કરનાર લોકો સામે ચોક્કસ પણે કડક પગલા લેવામાં આવે તેવી પણ માગ કરી છે. પોલીસને ન્યાયપૂર્ણ કામગીરી કરવા અને પ્રજાને શાંતિ જાળવવા અપીલ કરી છે.
Gujarat Live News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રવિવારે એટલે કે 18મી જૂને તેમનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દેશવાસીઓ સાથે શેર કરશે. આ કાર્યક્રમનો આ 102મો એપિસોડ હશે, પરંતુ આ વખતે પીએમ મોદીનો કાર્યક્રમ 25 જૂનને બદલે 18 જૂને યોજાવા જઈ રહ્યો છે. ખરેખર, આ કાર્યક્રમ મહિનાના છેલ્લા રવિવારે થઈ રહ્યો છે. આ મહિનાનો છેલ્લો રવિવાર 25 જૂને છે, પરંતુ પીએમ મોદીના વિદેશ પ્રવાસને કારણે આ કાર્યક્રમ 18 જૂને યોજાઈ રહ્યો છે.
ગુજરાતના ઇતિહાસમાં સૌથી કપરાં સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસને મજબૂત કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપાઇ છે. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળશે. સવારે 10 વાગ્યે કોંગ્રેસ ભવન ખાતે શક્તિસિંહ ગોહિલનો શપથગ્રહણ સમારોહ યોજાશે. શપથ લેતા પહેલા શક્તિસિંહ ગોહિલ ગાંધી આશ્રમમાં બાપુની પ્રતિમાને શીશ ઝૂકાવશે. જે બાદ તેઓ કોંગ્રેસના કાર્યકરો અને તેમના સમર્થકો સાથે ગાંધી આશ્રમથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રા કરશે અને ત્યાર બાદ વિધિવત રીતે કાર્યભાર સંભાળશે. આ પદયાત્રામાં ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા 9 જૂનના રોજ શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. પરંતુ તેઓ આજે પદભાર સંભાળશે.
Published On - 6:26 am, Sun, 18 June 23