રાજકોટ સમાચાર : પથ્થરમારો થયો તે સમયે વંદે ભારત ટ્રેનમાં હાજર હતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જુઓ વીડિયો
રાજકોટમાં જે વંદે ભારત ટ્રેનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુસાફરી કરી હતી. તેના પર પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે પથ્થરમારો થયો છે.મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો છે.
રાજકોટમાં જે વંદે ભારત ટ્રેનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુસાફરી કરી હતી. તેના પર પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે પથ્થરમારો થયો છે.મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો છે.
જાહેર પરિવહનના સાધનોમાં લોકોને કોઈ તકલીફ છે કે નહીં તે જાણવા ખુદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી હતી. ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી લોકો પાસેથી સમસ્યાઓ જાણી હતી. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં આવ્યાં હતા અને રાજકોટથી અમદાવાદ એસટી બસમાં મુસાફરી કરી આવ્યાં હતા.
હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી અને ત્યારબાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાજકોટથી એસટી બસમાં અમદાવાદ જવા માટે રાત્રે 11.45 વાગ્યે રવાના થયા હતા. આ સમયે હર્ષ સંઘવી બસપોર્ટ ખાતે મુસાફરોને મળ્યા હતા અને પ્લેટફોર્મ, કેન્ટીન, વેઇટિંગ રૂમ ઉપરાંત શૌચાલયની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને મુસાફરલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી સમીક્ષા કરી હતી.
વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનરએ આપ્યુ નિવેદન
રાજકોટ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાનો મુદ્દે વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનરનું નિવેદન આપ્યુ છે. તો વંદે ભારત ટ્રેનના C-4, C-5 કોચ પર પથ્થરમારો થયો હતો. તેમના જણાવ્યા અનુસાર રાત્રે 9 કલાકે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાજકોટના બિલેશ્વર સ્ટેશનથી 4 કિમી પહેલા જ પથ્થરમારો થયો હતો.જો કે પથ્થરમારાની ઘટનામાં કોઇને ઇજા કે નુકસાન થયુ નથી. આ અગાઉ થયેલા પથ્થરમારાની ઘટના બની ચૂકી છે. જેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ અગાઉ બનેલી પથ્થરમારાની ઘટના
વંદે ભારત ટ્રેન પર આ પહેલી વાર પથ્થરમારાની ઘટના નથી બની. આ અગાઉ ઉદયપુરથી ચાલતી ટ્રેનો પર પણ પથ્થરમારાની થયો હતો. રાજસ્થાનના જયપુર-ઉદયપુર વંદે ભારતને પાટા પરથી ઉતારવા માટે ટ્રેક પર લોખંડના સળિયા અને પથ્થરો નાખ્યા હોવાનું સામે આવ્યુ હતુ.જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ રેલવે પોલીસ આરપીએફ અને સિવિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલમાં આ કેસને નશાખોરોનું કૃત્ય ગણાવ્યુ છે.પરંતુ આ ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાનો પણ હોઈ શકે છે.