ગુજરાત હાઇકોર્ટે લવ-જેહાદ કાયદાની અમુક જોગવાઇઓ પર મનાઈ હુકમ ફરમાવ્યો, ગુનો પુરવાર થવો જરૂરી

|

Aug 19, 2021 | 4:41 PM

જેમાં આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં.

ગુજરાત હાઇકોર્ટે લવ-જેહાદ કાયદાની અમુક જોગવાઇઓ પર મનાઈ હુકમ ફરમાવ્યો, ગુનો પુરવાર થવો જરૂરી
Gujarat high court stay on certain sections of love-jihad law( File Photo)

Follow us on

ગુજરાતમાં લવ જેહાદના કાયદા બાબતે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

જેમાં આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં.

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સંશોધન બિલ 2021ને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. જેમાં અરજદારે ધર્મ સ્વતંત્રતા કાયદામાં કરેલા સુધારાની જોગવાઈને લઈને વાંધો ઉઠાવ્યો હતો. જેમાં અરજદારે રજુઆત કરી હતી કે આંતરધર્મિય લગ્નને લઈને કરવામાં આવેલી જોગવાઈને કારણે કોઈ પણ ફરિયાદ કરી શકે એ જોગવાઈ બંધારણે આપેલી સ્વતંત્રતાથી વિપરીત છે..

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુધારો કરેલા કાયદામાં આંતરધર્મીય લગ્ન કરવાથી પણ ગુનો બનતો હોવાનું કાયદા મુજબનું અર્થઘટન હોવાનો અરજદારે દાવો કર્યો હતો. જ્યારે બળજબરીપૂર્વક ધર્મ અંગિકાર કરાવવો એ ખોટું જ હોવાની વાત અરજદાર કોર્ટ સમક્ષ કરી હતી.

આ સમગ્ર કેસમાં પ્રથમ સુનાવણી માં હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ઈશ્યુ કરી હતી. જ્યારે બીજી સુનાવણી માં સરકાર વતી એડવોકેટ જનરલ એ કોર્ટમાં કાયદાની જોગવાઈઓ અંગે એ રજૂઆત કરી હતી. જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી
રજૂઆત કરી હતી તેમજ કહ્યું હતું કે આ આઈપીસી નથી, આ કેસમાં ડી.એસ.પી. કક્ષાના અધિકારી તપાસ કરતાં હોય છે…

તેમજ આ મામલામાં ખોટું થાય એવી શક્યતાઓ જ નથી. આમાં માત્ર ખોટી રીતે ડરાવી ફોસલાવીને લગ્ન કરનારાઓ જ ડરવાની જરૂર છે. ધર્મ સ્વતંત્રતાના કાયદાની જોગવાઈઓનું અર્થઘટન અરજદાર જે રીતે કરી રહ્યા છે એ સાચું ન હોવાનું એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી નિવેદન કોર્ટ સમક્ષ કર્યું હતું.

અરજદાર તરફથી વકીલે ગુજરાત હાઇકોર્ટ માં રજુઆત કરી હતી કે અમારી પાસે વિવિધ ફરિયાદો થઈ હોય એવી માહિતી છે. જ્યારે હાઇકોર્ટે કહ્યું કે પોલિસ અધિકારીઓ કાયદાનું અર્થઘટન કઈ રીતે કરશે એ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. જેમાં આજે હાઇકોર્ટે એ આ કેસ માં વચગાળા નો ચુકાદો આપ્યો છે. જેમાં લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

આ પણ વાંચો : Viral Video : અફઘાન સૈનિકોનો રમુજી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

આ પણ વાંચો :  Rajkot : પાટીદાર એટલે ભાજપ, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મનાવવાનો કર્યો પ્રયાસ

Published On - 4:40 pm, Thu, 19 August 21

Next Article