Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ સરકારી અધિકારીને 50,000 રૂપિયાનો દંડ
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જીનીયર એમ.આર. પંડ્યા(શ્રીમાળી)ને હાઇકોર્ટે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ દોષિત ઠેરવ્યા હતા. તેમજ કંટેમ્પટ ઓફ કોર્ટ બદલ હાઇકોર્ટે એમ.આર. પંડ્યાને રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો છે.
ગુજરાત(Gujarat) ના પ્રથમ કિસ્સામાં જમીન સંપાદનના વળતરની રકમમાંથી ટીડીએસ કાપનાર સરકારી અધિકારીને કોર્ટના હુકમ ના તિરસ્કાર બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોના જમીન સંપાદનના વળતરની રકમમાંથી ટી.ડી.એસ. નહીં કાપવાનો કોર્ટનો હુકમ હોવા છતાં તેનો તિરસ્કાર કરનાર સરકારી અધિકારીને હાઇકોર્ટે(Highcourt) દંડ ફટકાર્યો છે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જીનીયર એમ.આર. પંડ્યા(શ્રીમાળી)ને હાઇકોર્ટે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ દોષિત ઠેરવ્યા હતા. તેમજ કંટેમ્પટ ઓફ કોર્ટ બદલ હાઇકોર્ટે એમ.આર. પંડ્યાને રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો છે.
જેમાં બોટાદ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદીત કર્યા બાદ વળતરની રકમમાંથી ટીડીએસ કાપ્યા બાદ રકમ ઇન્કમ ટેક્સ વિભાગમાં જમા ન કરાવી હતી. તેમજ 18 વર્ષ સુધી ખેડૂતોએ પોતાના જ વળતરની રકમ મેળવવા માટે ધક્કા ખાવા પડતા હોવાની બાબતને પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી.
કોર્ટના હુકમનો તિરસ્કાર બદલ દોષિત ઠરેલા એક્ઝિક્યુટીવ એન્જિનિયરે બે અઠવાડિયામાં પોતાના ખાતામાંથી 50000 રૂપિયા હાઇકોર્ટની રજીસ્ટ્રીમાં જમા કરાવવાના રહેશે, જેમાં 50000 માંથી 40 હજાર રૂપિયાની રકમ ખેડૂતોને ખર્ચ પેટે ચૂકવવા માટે હાઈકોર્ટનો આદેશ કર્યો છે . જ્યારે 10000 રૂપિયા લીગલ એડમાં જમા કરાવવાના રહેશે.
આ ચુકાદાની ઘણી દૂરોગામી અસર પડશે. જેમાં જમીન સંપાદનના વળતરમાં ટીડીએસ કાપનારા અધિકારીઓ સામે હાઇકોર્ટ કડક કાર્યવાહી કરશે. આ પ્રથમ કિસ્સો હોવાથી અધિકારીને જેલની સજા નહીં કરી હોવાનું કોર્ટે પોતાના ચૂકાદામાં નોધ્યું હતું. તેમજ કહ્યું હતું કે પરંતુ ભવિષ્યમાં જો આવા કેસ સામે આવશે તો કોર્ટ આકરા પગલાં લેશે.
આ પણ વાંચો : Corona Vaccination: સપ્ટેમ્બરમાં મળી શકે છે સિંગલ ડોઝ વાળી સ્પુતનિક લાઇટ કોરોના વેક્સીન, જાણો શું હશે કિંમત ?
આ પણ વાંચો : Shravan-2021: શું તમે ઘરમાં જ કરી છે શિવલિંગની સ્થાપના ? જો હા, તો અચૂક ધ્યાનમાં રાખજો આ વાત