Corona Vaccination: સપ્ટેમ્બરમાં મળી શકે છે સિંગલ ડોઝ વાળી સ્પુતનિક લાઇટ કોરોના વેક્સીન, જાણો શું હશે કિંમત ?
રુસે 6 મેના દિવસે કોરોના વાયરસ સામે વેક્સીન સ્પુતનિક લાઇટને મંજૂરી આપી હતી. રુસે જાન્યુઆરીમાં સ્પુતનિક લાઇટનુ માનવ પરીક્ષણ શરુ કર્યુ હતુ અને અધ્યયન અત્યારે પણ ચાલુ છે. સ્પુતનિક લાઇટ રુસમાં ચોથી ઘરેલુ વિકસિત કોવિડ વેક્સીન છે જેને દેશમાં મંજૂરી આપવામાં આવી છે.
Corona Vaccination: કોરોના વાયરસ સામે (Corona virus) દેશમાં તૈયારી થઇ રહેલી રુસી વેક્સીન સ્પુતનિક લાઇટ સપ્ટેમ્બર સુધી ભારતને મળી શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે સિંગલ ડોઝ વાળી આ વેક્સીન શરુઆતમાં સીમિત સંખ્યામાં ઉપલબ્ધ હશે અને કિંમત 750 રુપિયા હશે. કંપનીએ આના ઇમરજન્સી યૂઝ માટે આવેદન પણ આપી દીધુ છે. ભારતમાં અત્યાર સુધી આયાત કરેલી સ્પુતનિક વીનો ઉપયોગ થઇ રહ્યો છે.
એક ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે પૈનેશિયાએ ઇમરજન્સી યૂઝની મંજૂરી માટે ડોઝિયર જમા કરાવી દીધુ છે. સ્પુતનિકને રુસ ગમાલેયા ઇન્સ્ટીટ્યૂટે RDIFના સમર્થન સાથે તૈયાર કર્યુ છે. જુલાઇમાં પેનેશિયા બાયોટેકે સ્પુતનિક વી વેક્સીનના નિર્માણ માટે લાઇસન્સ લેવાનુ એલાન કર્યુ હતું.તાજેતરમાં રશિયાએ પોતાની સ્પુતનિક વી કોરોના વેક્સીનની અસરને લઇ જાણકારી આપી હતી. આરોગ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યુ હતુ કે સ્પુતનિક વી કોરોના વેક્સીન (Corona Vaccine) 83 ટકા ડેલ્ટા વેરિએન્ટ સામે પ્રભાવી છે. આ કોરોના વાયરસના તમામ નવા સ્ટ્રેન સામે અસરકારક છે.
રુસે 6 મેના દિવસે કોરોના વાયરસ સામે વેક્સીન સ્પુતનિક લાઇટને મંજૂરી આપી હતી. રુસે જાન્યુઆરીમાં સ્પુતનિક લાઇટનુ માનવ પરીક્ષણ શરુ કર્યુ હતુ અને અધ્યયન અત્યારે પણ ચાલુ છે. સ્પુતનિક લાઇટ રુસમાં ચોથી ઘરેલુ વિકસિત કોવિડ વેક્સીન છે જેને દેશમાં મંજૂરી આપવામાં આવી છે.
કોરોના વાયરસ સામે સ્પુતનિક-V (Sputnik-v) ની પ્રભાવી ક્ષમતા વધારે છે. ભારતે પહેલી વિદેશી વેક્સીનના રુપમાં 12 એપ્રિલે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ સ્પુતનિક-V વેક્સીન માટે રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે સમજૂતી કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મિખાઇલ મુરાશ્કોએ કહ્યુ કે સ્પૂતનિક વી વેક્સીન ડેલ્ટા સ્ટ્રેન સામે લડવામાં સૌથી પ્રભાવી પરિણામ પ્રદર્શીત કરે છે. નવા પરિણામોથી સંકેત મળે છે કે અસરકારકતા 83ટકા છે. આ ડેટા પહેલેથી જ અમને અમારા ક્લીનિકલ સહયોગીઓ પાસેથી મળતો રહ્યો છે. સ્પુતનિક ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને હૉસ્પિટલમાં એડમિટ કરવાની જરુરિયાતને ઓછી કરે છે.
આ પણ વાંચો : બેંક કર્મચારીઓ માટે ખુશખબર : પગારમાં થશે વધારો, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કર્યો