ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર

ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર

ગુજરાત હાઈકોર્ટનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કર્યો છે. અગાઉ સાતથી વધુ કોરોનાના કેસ આવતા, ગુજરાત હાઈકોર્ટ કામકાજ માટે ત્રણ દિવસ બંધ રખાઈ હતી. આ દરમિયાન કરાયેલા કોરોનાના પરિક્ષણમાં વધુ કેટલાક પોઝીટીવ રિપોર્ટ આવતા સમગ્ર હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવી લેવાઈ છે. હાઈકોર્ટના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનું બોર્ડ લગાવ્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ ચોક્કસ સમયગાળા સુધી હાઈકોર્ટમાં પ્રવેશબંધી ફરમાવી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati