ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગંભીર બનેલી ગુજરાત સરકારનો નિર્ણય, 4 પુલ ભારે વાહનો માટે બંધ, 5 પુલ સંપૂર્ણપણે પ્રતિબંધિત
ગંભીરા બ્રિજ પરથી અવારનવાર અવરજવર કરનારા લોકો 2022થી ધ્યાન દોરી રહ્યાં હતા કે આ બ્રિજ જર્જરિત છે. સમારકામ કરાવો અથવા નવો બનાવો, પરંતુ નિભર તંત્રના પેટના પાણી પણ હલ્યું નહોતુ અને આખરે 20 જેટલા નિર્દોષ ગુજરાતીના એક જ ઝાટકે જીવ ગયા. આ ઘટના બાદ ભર ઊંધમાં સુતેલી ગુજરાતની ભાજપ સરકાર એકાએક ઝબકીને જાગી અને રાજ્યના 2110 બ્રિજની ચકાસણી કરાવી.

ગુજરાતના આણંદ અને વડોદરાને જોડવાની સાથેસાથે સૌરાષ્ટ્ર જવા માટેનો ઉપયોગી ગંભીરા બ્રિજ બેદરકારીને કારણે તુટી પડ્યો. આ ગંભીરા બ્રિજની ઘટના બાદ ગંભીર બનેલી સરકારે રાજ્યમાં આવેલ 2110 બ્રિજની રાતોરાત ચકાસણી કરાવી કે બ્રિજ વાહનવ્યવહાર માટે ઉપયોગી છે કે નહીં. ગંભીરા બ્રિજ પરથી અવારનવાર અવરજવર કરનારા લોકો 2022થી ધ્યાન દોરી રહ્યાં હતા કે આ બ્રિજ જર્જરિત છે. સમારકામ કરાવો અથવા નવો બનાવો, પરંતુ નિભર તંત્રના પેટના પાણી પણ હલ્યું નહોતુ અને આખરે 20 જેટલા નિર્દોષ ગુજરાતીના એક જ ઝાટકે જીવ ગયા.
આ ઘટના બાદ ભર ઊંધમાં સુતેલી સરકાર એકાએક ઝબકીને જાગી અને રાજ્યના 2110 બ્રિજની ચકાસણી કરાવી. જેમાં 5 બ્રિજ સંપૂર્ણ બંધ કરાવી દીધા જ્યારે 4 બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા. ગુજરાત સરકારે એક સપ્તાહમાં રાજ્યમાં આવેલા 2110 પુલોનું ઇન્સ્પેકશન કર્યા બાદ, 5 પુલોને સંપૂર્ણપણે બંધ કરવા આદેશ આપ્યા છે. 4 પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા છે. 36 પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ
સંપૂર્ણપણે બંધ કરાયેલા ૦5 પુલ:
1. મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ. 2. મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે 151એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ. 3. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ. 4. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ. 5. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.
ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયેલા ૦4 પુલ:
1. અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર ફેદરા-બગોદરા અને ભાવનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત પુલ. 2. અમદાવાદના નરોડા અને ગાંધીનગરના દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ. 3. અમદાવાદ જિલ્લામાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ. 4. પાટણ જિલ્લાના સંતાલુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર સીધાળા અને સુઈગામને જોડતા રોડ પર સ્થિત પુલ.
જુઓ વીડિયો