ગુજરાત સરકાર 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ ખરીદશે

ગુજરાત સરકાર 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ ખરીદશે

| Edited By: | Updated on: Nov 05, 2025 | 7:20 PM

ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન અને કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવશે તે, ભારત સરકારના ધારાધોરણ છે તે મુજબની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે કરતાં આવર્ષે 480 પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અડદમાં 400 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદના મારથી બેવડ વળી ગયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, ગુજરાત સરકાર આગામી 9મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતું ) પર જાહેરાત કરી હતી કે, કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.

ગુજરાત સરકાર, આગામી 9મી નવેમ્બરથી, મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને ટેકો કરવાનો નિર્ધાર સરકારે કર્યો છે. તાલુકા મથકોએ, ખેડૂતોને SMS થી જાણ કરવામાં આવશે અને પછી તેમની પાસેથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ કે અડદ જે ઉગાડ઼્યું હશે તેની ખરીદી કરવામાં આવશે. હાલમાં સરકારે નક્કી કર્યા મુજબ પ્રત્યેક ખેડૂત પાસેથી 125 મણ મગફળીની ખરીદી ટેકાના ભાવે સરકાર કરશે.

ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન અને કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવશે તે, ભારત સરકારના ધારાધોરણ છે તે મુજબની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે કરતાં આવર્ષે 480 પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અડદમાં 400 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઉત્પાદન ના પ્રમાણમાં ખરીદીની જોગવાઈ કરાઈ છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 05, 2025 04:23 PM