AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઇમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વધુ ચાર મહિના મુદત લંબાવાઇ

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત વધારો કરાયો છે. ઇમ્પેક્ટ ફી ની મુ વધારવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઇમ્પેક્ટ ફી ભરવા વધુ ચાર મહિના મુદત લંબાવવાવામાં આવી છે. આગામી વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર વિધેયક બિલ રજૂ કરશે.

Breaking News : ઇમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વધુ ચાર મહિના મુદત લંબાવાઇ
16 જૂન સુધીની અવધી લંબાવવામાં આવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 4:59 PM
Share

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ વધારો કરાયો છે. ઇમ્પેક્ટ ફીની મુદત વધારવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઇમ્પેક્ટ ફી ભરવા વધુ ચાર મહિના મુદત લંબાવવાવામાં આવી છે. આગામી વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર વિધેયક બિલ રજૂ કરશે.

અનઅધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે રાજ્ય સરકાર સુધારા વિધેયક લાવવા જઇ રહી છે. વિધાનસભા ગૃહમાં અનધિકૃત બાંધકામ નિયમિત કરવા બાબતનુ વિધેયક રજુ કરશે.  આ પહેલા ઇમ્પેક્ટ ફીની મુદત વધારવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. 16 ફેબ્રુઆરીએ જ ઈમ્પેકટ ફી ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે. ત્યારે હવે ફરીથી ગેઝેટ બહાર પાડી ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલર કરવા માટે સુધારા વિધેયક લવાશે.

16 જૂન સુધીની અવધી લંબાવવામાં આવી

હવે ઇમ્પેક્ટ ફીનો સમય ચાર મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે 16 જૂન સુધીની અવધી લંબાવવામાં આવી છે. જે પહેલા તેવા સંલગ્ન બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. એટલે કહી શકાય તે આ સતત ત્રીજી વખત કાયદાની અંદર અનઅધિકૃત બાંધકામને અધિકૃત કરવા માટે ઇમ્પેક્ટ ફી લાગુ કરવામાં આવશે અને આ માટેનો સમયગાળો વધારવામાં આવ્યો છે.

ઇમ્પેક્ટ ફી શું છે ?

શહેરમાં જે ઠેકાણે રહેણાક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે.આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે અને આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફી નું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.

(વિથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)

Follow Us
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
g clip-path="url(#clip0_868_265)">