કોરોનાકાળમાં ગુજરાતે સારી કામગીરી કરી: જયંતિ રવિ

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (Jayanti Ravi)એ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની કોરોનાની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીમાં ગુજરાતને સારો પ્રતિસાદ મળ્યો છે.

  • tv9 webdesk33
  • Published On - 22:46 PM, 22 Jan 2021
Gujarat did well in Corona time Said Jayanti Ravi
Jayanti Ravi (File Image)

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (Jayanti Ravi)એ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની કોરોનાની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીમાં ગુજરાતને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ કોરોનાકાળ દરમ્યાન સરકારે એકત્ર કરેલા ડેટાના આધારે કામગીરીમાં સરળતા થઈ છે. આ ઉપરાંત નવેમ્બર માસ બાદ કોરોનાના કેસમાં થયેલા ઘટાડાને પણ સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. જેના લીધે કોરોના સામેની લડાઈમાં આપણને સફળતા મળી છે. ગુજરાત સરકારે કોરોના અંગે તૈયાર કરેલા રિપોર્ટ અંગે તેમણે માહિતી  આપી હતી.

 

 

આ પણ વાંચો: Budget 2021: Auto Sector માટે સંજીવની સાબિત થઈ શકે બજેટ, ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થવાની શક્યતા