Budget 2021: Auto Sector માટે સંજીવની સાબિત થઈ શકે બજેટ, ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થવાની શક્યતા

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2021 -22નું બજેટ રજૂ કરશે. જેને લઈને અનેક ઉદ્યોગોની સાથે ઓટો સેક્ટર પર બજેટથી મોટી રાહતની આશા રાખી રહ્યું છે.

Budget 2021: Auto Sector માટે સંજીવની સાબિત થઈ શકે બજેટ, ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થવાની શક્યતા
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 10:19 PM

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2021 -22નું બજેટ રજૂ કરશે. જેને લઈને અનેક ઉદ્યોગોની સાથે ઓટો સેક્ટર પર બજેટથી મોટી રાહતની આશા રાખી રહ્યું છે. જેમાં પણ કોરોના મહામારીના લીધે દેશના Auto Sectorમાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. તેથી Auto Sector હવે મંદીમાંથી ઉગરવા માટે સરકાર બજેટમાં રાહત આપે તેવી આશા રાખી રહ્યું છે. જેમાં ઓટો સેક્ટરમાં સરકાર ઈલેક્ટ્રિક વાહનોને લઈને શું નિર્ણય લે છે, તેની પર કંપનીઓની નજર છે. આશા રાખવામાં આવી રહી છે કે બજેટમાં ઓટો સેક્ટરને રાહત આપવામાં આવે.

ઈલેકટ્રિક વ્હીકલને લઈને થઈ શકે મોટી જાહેરાત 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ભારત સરકાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરી રહી છે. આ દરમ્યાન ભારતમાં ટેસ્લા અને ટાટાએ શાનદાર ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. જ્યારે વર્ષ 2015માં સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાના ઉદ્દેશથી FAME( Faster Adoption And Manufacturing Of Hybrid and Electric Vehicles)ની સ્કીમની જાહેરાત કરી છે. જેમાં બજેટમાં ઓટો સેક્ટર અને ખાસ કરીને ઈલેક્ટ્રિક વ્હીકલ માટે સરકાર જાહેરાત કરી શકે છે.

15 વર્ષ જૂના વાહન રોડ પરથી દૂર કરવા

દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરવા માટે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર 15 વર્ષ જૂના વાહનોને દૂર કરવાની યોજના જલ્દી મંજૂર કરશે. સરકારે 26 જુલાઈ 2019ના રોજ મોટર વાહનના નિયમોના સંશોધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. કારણ કે ઈલેક્ટ્રિક વાહનોને લોકો જલ્દી અપનાવવા લાગે. તેમજ રોડ પરથી 15 વર્ષ જૂના વાહનો દૂર થઈ શકે. આ નીતિ અંતર્ગત કાર, ટ્રક અને બસ જેવા 15 વર્ષ જૂના વાહનો દૂર કરવાનો પ્રસ્તાવ છે.

જીએસટીમાં ઘટાડો થઈ શકે છે

ઓટો સેક્ટરની માંગ છે કે જીએસટીમાં ઘટાડો કરવામાં આવવો જોઈએ. કોરોના બાદ લોકોએ પર્સનલ વ્હીકલ રાખવાનો પરેફરન્સ શરૂ કર્યો છે. જેમાં ફર્સ્ટ ટાઈમ ખરીદનાર લોકોના વધારો થઈ રહ્યો છે.  હાલમાં વાત કરીએ તો વાહનો પર 28 ટકા જીએસટી લાગે છે. ઓટો ઉદ્યોગની માંગ છે કે તેને ઘટાડીને 18 ટકા કરી  દેવામાં આવે. જો જીએસટી ઘટાડવામાં આવશે તો માંગમાં જબરજસ્ત વધારો થશે.

વ્હીકલ સ્ક્રેપ પોલિસી  

માનવામાં આવી રહ્યું છે કે સરકાર વ્હીકલ સ્ક્રેપ પોલિસી લઈને આવી શકે છે. જેમાં સરકાર વ્હીકલ સ્ક્રેપ પોલિસીને મંજૂરી આપે તો ભારત ઓટોમોબાઈલનું મોટું હબ બની શકે છે અને ગાડીઓની કિંમતમાં ઘટાડો આવી શકે છે. આ અંગે આખરી નિર્ણય વડાપ્રધાન કાર્યાલય દ્વારા લેવામાં આવશે. ભારતના ઓટો સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર 4.5 લાખ કરોડ રૂપિયાનું છે. જેમાં 1.45 લાખ કરોડની નિકાસ પણ સામેલ છે. જો બજેટમાં આ દિશામાં નિર્ણય આવશે તો ઓટો સેક્ટરમાં તેજી જોવા મળશે.

ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકે છે

હાલમાં કોઈ ગાડી વ્યવસાયિક હેતુથી ખરીદવામાં આવે તો તેની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નથી મળતો. જો સરકાર ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ શરૂ કરે તો ઓટો સેકટરમાં માંગમાં તેજી આવી શકે છે. ઈન્ડસ્ટ્રી એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી વેચાણ અને કમાણી બંનેમાં વધારો થશે તેના લીધે  સરકારને કોઈ રેવન્યુ લોસ પણ નહીં થાય.

આ પણ વાંચો: BUDGET 2021: કોરોના મહામારીનો માર સહન કરી રહેલા ટેક્સપેયર્સને નાણામંત્રીથી છે આ આશાઓ, કેટલી થશે પૂરી?

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">