GUJARAT : કોરોનાને પગલે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો

ગુજરાતમાં CORONAનું સંક્રમણ વધતાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. AHMEDABAD સહિતના મહાનગરોમાં CORONA સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. જેની અસર ઉડ્ડયન વિભાગને પણ થઈ છે.

GUJARAT : કોરોનાને પગલે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર  મુસાફરોની સંખ્યામાં ઘટાડો
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 2:23 PM

ગુજરાતમાં CORONAનું સંક્રમણ વધતાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. AHMEDABAD સહિતના મહાનગરોમાં CORONA સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. જેની અસર ઉડ્ડયન વિભાગને પણ થઈ છે. AHMEDABAD એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાતા મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ડોમેસ્ટિક સેક્ટરમાં 35 ટકાથી વધુ Flight રદ થઈ છે. જ્યારે અન્ય ફ્લાઈટોમાં ઓલ ઓવર પેસેન્જર લોકો ફેક્ટરનો ગ્રાફ 40થી 45 ટકા નીચે આવી ગયો છે.

AIRPORT પર 18 હજારથી વધુ મુસાફરોની અવર જવર

AHMEDABAD એરપોર્ટ પર ડોમેસ્ટિક સેક્ટરમાં પ્રતિદિન 180 જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ વચ્ચે 18 હજારથી વધુ મુસાફરોની અવરજવર થાય છે. ત્યારે CORONAના ડરથી છેલ્લા ચાર દિવસમાં આ પ્રવાસીઓમાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે Flight રદ થઈ રહી છે તેમાં સૌથી વધુ ગો એરની ફ્લાઇટનો સમાવેશ થાય છે. બુધવારે પણ ગો એરની થઈ તે એક જ દિવસમાં આઠ ફ્લાઇટો મળી કુલ 11 Flight રદ થઇ હતી. આમ છેલ્લા ચાર દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર 100થી વધુ Flight કેન્સલ થઈ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

50 ટકાથી ઓછા મુસાફરોનું બુકિંગ

જે સેક્ટરની Flightમાં પેસેન્જર નથી મળતા તે Flight સૌથી વધુ રદ થઈ રહી છે. જેમાં ગો એરની નવ ફ્લાઇટોમાં મુંબઈ, દિલ્હી, વારાણસી, જયપુર, કોચી, ચેન્નાઇ તેમજ ઇન્ડિગો રાયપુર, સ્પાઇસ જેટની દરભંગા, દિલ્હીની ફ્લાઈટ રદ થઇ છે. છત્તીસગઢમાં લોકડાઉન આવતા અમદાવાદથી રાયપુરની ફ્લાઈટ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. હાલમાં મોટાભાગની એરલાઈન કંપનીઓ 180 સીટર એરક્રાફ્ટ ઓપરેટ કરી રહી છે. 89 સીટર બોમ્બાડયર અને 72 સીટર એટીઆર એરક્રાફ્ટમાં હાલમાં સીટની ક્ષમતા સામે 50 ટકાથી ઓછા મુસાફરોનું બુકિંગ હોય છે.

TRAINમાં 15 ટકા જેટલો પ્રવાહ ઘટયો ભુજથી મુંબઇને સાંકળતી TRAINમાં મુસાફરોનો પ્રવાહ ઘટયો હોવાનું દેખાઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિના કારણે પ્રવાસીઓના આવન જાવનમાં 15 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું RAILWAYના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું. તો રેલવે સ્ટેશને થતી આર.ટી.પી.સી.આર. ટેસ્ટની ચકાસણી પણ પ્રવાહ ઘટવા પાછળ કારણભુત હોવાનું જાણવા મળ્યું હતું. MAHARASTRA અને GUJARAT રાજયમાં CORONAના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે, મોટા શહેરોમાં રાત્રી કર્ફયુ લાદી દેવાયું છે. તો MAHARASTRAમાં પણ લોકડાઉન જેવી પરીસ્થિતિ છે. ભુજથી મુંબઇ સુધીની ટ્રેનો ચાલુ છે ત્યારે પ્રવાસીઓમાં ઘટાડો થયો હોવાની વાત સામે આવી છે. ભુજ આવતા તેમજ મુંબઇ જતા પ્રવાસીઓમાં 15 ટકા જેટલો પ્રવાહ ઘટયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">