Gujarat Corona Update: રાજ્યમાં કુલ નવા 41 કેસ નોંધાયા, એક્ટીવ કેસ ઘટીને 689 થયા, એક પણ મૃત્યુ નહીં

|

Jul 14, 2021 | 11:13 PM

રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,350 થઈ છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી અને મૃત્યુઆંક 10,074 થયો છે.

Gujarat Corona Update: રાજ્યમાં કુલ નવા 41 કેસ નોંધાયા, એક્ટીવ કેસ ઘટીને 689 થયા, એક પણ મૃત્યુ નહીં
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય પર આવી ગયો છે અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 14 જુલાઈના રોજ રાજયમાં 41 નવા કેસ નોંધાયા છે, સાથે એક્ટીવ કેસ ઘટીને 689 થયા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરોના નવા 41 કેસ
રાજ્યમાં આજે 14 જુલાઈના રોજ કોરોનાના નવા 41 કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,350 થઈ છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી અને મૃત્યુઆંક 10,074 થયો છે.

 

અમદાવાદ 9, સુરત 5 અને રાજકોટમાં 3 નવા કેસ

રાજ્યમાં આજે 14 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 9, સુરતમાં 5, રાજકોટમાં 3, વડોદરામાં 6 અને જામનગર, ભાવનગર, જુનાગઢમાં 1-1-1 અને ગાંધીનગરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. આમાંથી મોટાભાગના જિલ્લાઓ એવા કે જ્યાં કોરોનાનો એક પણ નવો કેસ નોધાયો નથી. (Gujarat Corona Update)

 

71 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 689 થયા

રાજ્યમાં આજે 14 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 71 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,13,583 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.69 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 689 થયા છે, જેમાં 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 681 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

 

આ પણ વાંચો: Surat: યોગીચોકની મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં બીજી પાળીની જાહેરાત જાણી જોઈને અટકાવી રાખવા બાબતે વાલીઓનું આક્રોશ પ્રદર્શન

 

 

Next Article