AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: યોગીચોકની મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં બીજી પાળીની જાહેરાત જાણી જોઈને અટકાવી રાખવા બાબતે વાલીઓનું આક્રોશ પ્રદર્શન

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ લોકોમાં એવી વાતો ફેલાવી રહ્યા હતા કે મહાત્મા ગાંધી શાળામાં બીજી પાળી શરુ થઈ રહી છે અને એમના બાળકોને તો ડ્રો વગર જ એડમિશન મળી જશે.

Surat: યોગીચોકની મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં બીજી પાળીની જાહેરાત જાણી જોઈને અટકાવી રાખવા બાબતે વાલીઓનું આક્રોશ પ્રદર્શન
વાલીઓનું આક્રોશ પ્રદર્શન
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 14, 2021 | 10:48 PM
Share

Surat: યોગીચોક પાસે રાધે પાર્ક સોસાયટીમાં આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા (Mahatma Gandhi Primary School) (ક્રમાંક 348)માં એક પાળીમાં એડમિશન ફૂલ થઈ ગયું છે. જેથી આ શાળામાં બીજી પાળી શરુ કરવા માટે વાલીઓ ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા હતા. વાલીઓની માંગણીને ધ્યાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમીતિના આમ આદમી પાર્ટીના એકમાત્ર સદસ્ય રાકેશ હિરપરાએ શાસનાધિકારીને તેમજ ડેપ્યુટી મેયરને આ અંગે વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ તેનું નિરાકરણ ન આવતા વાલીઓએ બેનરો લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ લોકોમાં એવી વાતો ફેલાવી રહ્યા હતા કે મહાત્મા ગાંધી શાળામાં બીજી પાળી શરુ થઈ રહી છે અને એમના બાળકોને તો ડ્રો વગર જ એડમિશન મળી જશે. જોકે આ અંગે આપના સભ્યએ આ શાળાની બીજી પાળી અંગે જાણકારીઓ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. હાલ આ શાળામાં પ્રથમ પાળીમાં એડમિશન ફૂલ થઈ ગયા છે અને બીજી પાળી હજી શરૂ થઈ શકી નથી.

શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે તેવામાં વાલીઓને બીજી ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ કરાવવાનું પોષાય એમ નથી. જેથી વાલીઓએ આજે બેનરો લઈને બીજી પાળી શરૂ કરવા માંગ કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે શાળાના ઉદ્ઘાટનમાં પાર્ટીનો પ્રચાર કરવાની લાલચે બીજી પાળીની જાહેરાતને લટકાવવાનું બંધ કરવામાં આવે.

બાળકોના ભણતર અને વર્ષ બગડવાની ચિંતામાં પૈસા ન હોવા છતાંય વાલીઓ કંટાળીને મજબુરીમાં પ્રાઈવેટ શાળામાં એડમિશન લેવા માંડ્યા છે એટલે બીજી પાળી એક-બે દિવસમાં જ શરુ કરી દેવામાં આવે. શિક્ષકો, આચાર્યો અને પ્રામાણિક અધિકારીઓ ઉપર કારણ વગરનું રાજકીય દબાણ લાવીને શિક્ષણકાર્યમાં રાજકારણને ઘુસાડવાનું બંધ કરવામાં આવે.

આ પણ વાંચો: GUJARAT : આ વર્ષે સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી જૂનાગઢમાં યોજાશે, વહીવટી વિભાગને સૂચના અપાઇ

આ પણ વાંચો: GUJARAT : આ વર્ષે સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી જૂનાગઢમાં યોજાશે, વહીવટી વિભાગને સૂચના અપાઇ

g clip-path="url(#clip0_868_265)">