Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાને હરાવી 3 હજારથી વધુ લોકો સાજા થયા,નવા 8 હજાર કેસ સામે આવ્યાં

Gujarat Corona Update : રાજ્યમાં આજે 15 અપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 2631 અને સુરતમાં 1551 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાને હરાવી 3 હજારથી વધુ લોકો સાજા થયા,નવા 8 હજાર કેસ સામે આવ્યાં
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 8:10 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 15 એપ્રિલે છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકો કોરોનાને હરાવી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં આજે કોરોનાના 8 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 81 લોકોના કોરોનાને કારણે કરૂણ મૃત્યુ થયા છે.

3023 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 15 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 3023 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,26,394 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 86.86 ટકા થયો છે.

8152 નવા કેસ, 81 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 15 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 8152 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 81 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 28(1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં 26 (1 મૃત્યુ જિલ્લામાં), રાજકોટમાં 10 (2 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં 7(1 મૃત્યુ જિલ્લામાં), ગાંધીનગરમાં 3 (1 મૃત્યુ જિલ્લામાં), અને બનાસકાંઠા-સાબરકાંઠામાં 2-2, તેમજ આણંદ, ભરૂચ અને જુનાગઢમાં એક એક દર્દીનું કોરોનાને કારણે કરૂણ મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5076 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,75,768 થઇ છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

અમદાવાદમાં 2631 અને સુરતમાં 1551 કેસ રાજ્યમાં આજે 15 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 2631, સુરતમાં 1551, રાજકોટમાં 698, વડોદરામાં 348, જામનગરમાં 188, ભાવનગરમાં 102, ગાંધીનગરમાં 61 અને જુનાગઢમાં 54 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 2600 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

એક્ટીવ કેસ  44,298 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 14 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 39250 એક્ટીવ કેસ હતા, જે આજે 14 એપ્રિલે વધીને 44,298 થયા છે.જેમાં 267 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 44,031 લોકોની સારવાર ચાલી રહી છે.

આજે 1,49,507 લોકોને કોરોનાની રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 15 અપ્રિલના દિવસે કુલ 1,49,507 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 86,29,022 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 12,53,033 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 93,457 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 47186 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 98,82,055 લોકોને કોરોનાની રસી અપાઈ છે.(Gujarat Corona Update)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">