AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો રાજ્યના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં

ગુજરાત કોરોના અપડેટ સાથે વાંચો રાજ્યના મહત્વના સમાચાર.

GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો રાજ્યના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update on November 12 and other important news of Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 9:43 AM
Share

GANDHINAGAR : રાજ્યમાં બે દિવસ કોરોનાના કેસમાં વધારો થયા બાદ 12 નવેમ્બરે ઘટાડો થયો હતો. રાજ્યમાં 12 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,887 થઈ છે. રાજ્યમા 12 નવેમ્બરે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 10,090 પર સ્થિર છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,577 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસોની સંખ્યા 220 થઇ છે. તો ગઈકાલે રાજ્યમાં 4,22,749 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો..

1.દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ : પોલીસે ડ્રગ્સની હેરફેર કરનારા વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા

મહારાષ્ટ્રના શહેજાદની પૂછપરછમાં બે સપ્લાયર સલીમ કારા અને અલી કારાના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ આ બે વધુ શખ્સો સલીમ જશરાયા અને ઈરફાન જશરાયાની ધરપકડ થતા આ કેસમાં પોલીસે આત્યાર સુધીમાં કુલ 5 લોકોને ઝડપી પાડ્યા છે.

2.વિધાનસભા ચૂંટણી પહેલા CM ભુપેન્દ્ર પટેલનું નેતાઓને સૂચક નિવેદન, રીસાણા તો કાઈ હાથમાં નહી આવે

એક બાજુ ભાજપ 2022ની વિધાન સભા ચૂંટણીમાં નો-રીપીટ થીયરી લાગુ કરશે એવી વાતોએ જોર પકડ્યું છે, તો બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં આ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

3.100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાય છે, AMCએ 8.5 કરોડના ખર્ચે નવા 250 વેન્ટિલેટર ખરીદ્યા

કોરોનાની પ્રથમ લહેર વખતે 2020માં રાજ્ય સરકારે પીએમ કેર ફંડ અંતર્ગત AMCને 100 વેન્ટિલેટર આપ્યા હતા.આ વેન્ટીલેટર AMCના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ધૂળ ખાઈ રહ્યા છે.

4.પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : ગુજરાત સરકાર ડાંગને રાજ્યનો પ્રાકૃતિક ખેતી ધરાવતો સૌપ્રથમ જિલ્લો જાહેર કરશે

ડાંગ જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.જેમાં તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર ખેતી કરે છે.

5.ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, લારીઓ હટાવવામાં આવશે

ભાવનગર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે, જાહેર માર્ગો,તળાવો રસ્તાઓ પરથી નોનવેજ, ઈંડાની લારીઓ દૂર કરવામાં આવશે.

6.નડિયાદમાં દોઢ માસના બાળકને તરછોડવાના મામલે થયો મોટો ખુલાસો, જાણો શા માટે માતા નિષ્ઠુર બની

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ બહાર ગત તારીખ 10 નવેમ્બરે મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું હતું.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">