પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : ગુજરાત સરકાર ડાંગને રાજ્યનો પ્રાકૃતિક ખેતી ધરાવતો સૌપ્રથમ જિલ્લો જાહેર કરશે
ડાંગ જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.જેમાં તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર ખેતી કરે છે
JAMNAGAR : પ્રાકૃતિક ખેતીને હવે સરકાર પ્રોત્સાહન આપી રહી છે..ત્યારે રાજ્યના ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કરાશે..તેવું જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે..તેમજ આગામી સપ્તાહે રાજ્યપાલ વિધિવત ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરશે.ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.જેમાં તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર ખેતી કરે છે.હાલ સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિશેષ દરરજો આપી પ્રતિ હેકટર દીઠ 10 હજાર રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યુ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં સૌ પ્રથમ ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ધરાવતા જિલ્લા તરીકે 19મી નવેમ્બરે જાહેર કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાજયપાલોની ગવર્નર્સ કોન્ફરન્સ-2021નું આયોજન કર્યુ હતું. આ આયોજનમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજયમાં થતી પ્રાકૃતિક કૃષિ વિશેષતા રજૂ કરી હતી.
આચાર્ય દેવવ્રત ગુજરાતમાં રાજયપાલ તરીકે નિયુકત થતા જ તેમણે રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાનું અભિયાન હાથ ધર્યુ છે. જે અંતર્ગત રાજય સરકાર દ્વારા સમારોહ યોજીને આગામી ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે. ડાંગ કુદરતી સંસાધનોથી ભરપૂર જિલ્લો છે.ડાંગ જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
આ અંગે જામનગરમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જાણાવ્યું હતું કે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિશેષ દરરજો આપી પ્રતિ હેકટર દીઠ 10 હજાર રૂપિયાની સહાય આપશે.
આ પણ વાંચો : નડિયાદમાં દોઢ માસના બાળકને તરછોડવાના મામલે થયો મોટો ખુલાસો, જાણો શા માટે માતા નિષ્ઠુર બની