GUJARAT: રાજ્યમાં આજે કોરોના નોંધાયા આટલા કેસ, જાણો મહત્વના અન્ય સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Nov 28, 2021 | 9:29 PM

Gujarat Corona Update: રાજ્યમાં આજે 18 નવેમ્બરે કોરોના વાયરસના નવા 26 કેસ નોંધાયા છે. તો કુલ 1,43,050 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

GUJARAT: રાજ્યમાં આજે કોરોના નોંધાયા આટલા કેસ, જાણો મહત્વના અન્ય સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update

Follow us on

Gujarat Corona Update: રાજ્યમાં આજે 18 નવેમ્બરે કોરોના વાયરસના નવા 26 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં (Today Corona Case in Gujarat) અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,407 (8 લાખ 27 હજાર 407) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,092 પર સ્થિર છે.

રાજ્યમાં આજે 28 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 33 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જેમાં સૌથી વધુ વડોદરા શહેરમાં 11 દર્દીઓને રજા અપાઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,032 ( 8 લાખ 17 હજાર 032 ) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા ઘટીને 184 થઇ છે તેમજ રીકવરી રેટ 98.75 ટકા છે.

કોરોના વેક્સિનેશન (Corona Vaccination in Gujarat)

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રસીકરણની વાત કરીએ તો કોરોના રસીકરણ અભિયાનમાં આજે 28 નવેમ્બરે રાજ્યમાં કુલ 1,43,050 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,00,23,305 (8 કરોડ 23 હજાર 305) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

1. તંત્રની લાલીયાવાડી: GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર, જાણો વિગત

તંત્રની બેદરકારી છતી કરતી એક ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દાખલ કરાયેલો GST કૌભાંડનો (GST Scam) આરોપી ફરાર થઈ ગયો. નીરજ આર્યા (Neeraj Arya) નામના આરોપીને રાજકોટથી રિફર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

2. Ahmedabad: એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, બિલ્ડીંગમાં કામ કરતા લોકો ફસાયાના અહેવાલ

અમદાવાદ શહેરમાં આજે આગ લાગવાની બીજી ઘટના સામે આવી છે. SG હાઈવે પર આવેલા ગણેશ મેરિડીયનમાં સાંજના સમયે આગ લાગી હતી. તો રીલીફ રોડ પર પણ કોમ્પ્લેક્ષમાં આગની ઘટના ઘટી. સદભાગ્યે બંને ઘટનામાં કોઈ જાનહાની સામે નથી આવી.

3. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ને સ્થગિત કરવાની કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની માંગ

જાન્યુઆરી મહિનામાં યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ સમિટમાં દક્ષિણ આફ્રિકી દેશોના પ્રતિનિધીઓને આમંત્રણ અપાયુ છે.. ત્યારે આફ્રિકી દેશોમાં નવા વેરિઅન્ટનું સંક્રમણ ગુજરાત રાજ્યમાં ન ફેલાઈ અને રાજ્યની પ્રજા સુરક્ષિત રહે તે માટે અર્જુન મોઢવાડિયાએ રજૂઆત કરી છે. વધુમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભાજપ સરકાર ફરી કોરોના ફેલાવવાનું કામ ન કરે અને પ્રજાની ચિંતા કરે.

4. GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક, હેકિંગ પાછળ કોનો હાથ ?

રાજ્યના પાટનગર ગાંધીનગરની ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક થઇ જતા તંત્ર દોડતું થયું છે. GMCની વેબસાઈટ https://gandhinagarmunicipal.com/ કોઈ અજાણ્યા હેકર્સ દ્વારા હેક કરવામાં આવી છે.આ અંગે સાઈબર ક્રાઈમ વિભાગ કામે લાગ્યો છે. પ્રાથમિક અનુમાન મૂજબ આ વેબસાઈટ હેક કરવામાં કોઈ પાકિસ્તાની હેકર્સનો હાથ હોઈ શકે છે. કારણકે રાજ્યમાં અગાઉ વેબસાઈટ હેક કરવા પાછળ પાકિસ્તાનનું નામ ખુલ્યું હતું.

5. સ્થાનિકો પરેશાન: વાંસદા તાલુકામાં 2 વર્ષથી કાયમી TDO અને મામલતદાર વગર લોકોને ધરમના ધક્કા

નવસારીના (Navsari) વાંસદા તાલુકામાં (vansda) TDO અને મામલતદારની કાયમી નિમણૂંક ન થતા વિકાસના કામો અટકી પડયા છે. છેલ્લા 2 વર્ષથી અધિકારીઓની નિમણુંક કરવામ આવી નથી. લાંબા સમયથી TDO અને મામલતદારની કાયમી નિમણૂંક ન થતા સ્થાનિકોને સર્ટિફિકેટ કઢાવવા અને અન્ય સરકારી કામો માટે ધરમના ધક્કા ખાવા પડે છે.

6. SURAT : વેપારીની આંખમાં મરચું નાખી 3 લૂંટારુઓએ 15 લાખની લૂંટ કરી

સુરતમાં વેપારીની આંખમાં મરચું નાખી 3 લૂંટારુઓએ 15 લાખની લૂંટ કરી છે. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં વેપારી દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે આંખમાં મરચાંની ભૂકી નાંખી 15.25 લાખની લૂંટ કરતા ભાગદોડ મચી હતી. 18 વર્ષીય યશ તેના નાના સાથે ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં મદદ કરે છે. દુકાન બંધ કરી યશ નાના સાથે કારમાં ઘરે આવવા નીકળ્યો હતો. રસ્તામાં સિટીલાઇટ તીર્થ સ્ટુડિયોની સામે 3 લૂટારૂઓ મોપેડ પર આવી કારને આંતરી હતી.

7. GANDHINAGAR : બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા 13 યુવક-યુવતીઓ ઝડપાયા

ગાંધીનગરમાં સેક્ટર-7માં 13નબિરાઓ એક બર્થડે પાર્ટીમાં દારૂની મેહફિલ માણતા પકડાયા છે. આ તમામને પોલીસે પકડી પ્રોહિબીશન અને જાહેરનામા ફંગના ફરીયાદ દાખલી કરીને ઘરપકડ કરી છે. 27 તારીખને સાંજે 4 વાગીને 15 મીનીટએ ઇન્ફોસીટી પોલીસને એક કોલ આવ્યો હતો કે સ્વાગત એફોર્ડ ફ્લેટના એક્સ બ્લોકના પાચમાં માળે 501 નંબરના ફેલ્ટમાં એકલાક યુવક યુવતિઓ મોટેથી સાઉન્ડ વગાડીને આસપાસના લોકોને હેરાન કરી રહ્યા છે.

8. Surat: તંત્ર દ્વારા Covid 19 મૃતકોના પરિજનોને સહાય આપવાનું કામ યુદ્ધના ધોરણે, રજા છતાં કામગીરી ચાલુ રાખી

રાજ્યમાં તેમજ સુરતમાં કોરોનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયા સહાય આપવાની શરૂઆત થઈ છે. જેને લઈને સુરત જિલ્લામાં પ્રથમ દિવસે 34 અને બીજા દિવસે 102 અરજીઓ જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરાઈ છે. આમ બે દિવસમાં 136 વારસદારોના ખાતામાં 50 હજાર રૂપિયા જમા થયા.

9. વાપી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ, અંદાજે 55 ટકા જેટલું નોંધાયું મતદાન

વાપી નગરપાલિકાની (Vapi Nagarpalika) ચૂંટણી (Election) માટે શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂ્ર્ણ થયું છે. પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 55 ટકા મતદાન થયુ છે. વાપીના 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે મતદાન થયુ. નગર પાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા.

Next Article