તંત્રની લાલીયાવાડી: GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર, જાણો વિગત

GST Scam: નીરજ આર્યા ભાવનગરના બોગસ બિલ કૌભાંડનો આરોપી છે. તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. અને સિવિલમાં સારવાર દરમિયાન તે ભાગી છૂટ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 5:49 PM

Ahmedabad: તંત્રની બેદરકારી છતી કરતી એક ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દાખલ કરાયેલો GST કૌભાંડનો (GST Scam) આરોપી ફરાર થઈ ગયો. નીરજ આર્યા (Neeraj Arya) નામના આરોપીને રાજકોટથી રિફર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

આ આરોપીનું ઓપરેશન ચાર અઠવાડિયા પછી થવાનું હોવાથી તેને ડિસ્ચાર્જ કરાયો હતો. આ દરમિયાન તે ટેક્સી ગાડીમાં બેસીને પાછળના રસ્તે 1200 બેડની હોસ્પિટલ તરફથી ફરાર થઈ ગયો છે. ડેપ્યુટી ડાયરેક્ટરે GST અધિકારીને એક દિવસ અગાઉ ડિસ્ચાર્જ માટે જાણ કરી હતી. તેમ છતાં પોલીસની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેના કારણે આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

મહત્વનું છે કે આરોપી નીરજ આર્યા ભાવનગરના બોગસ બિલ કૌભાંડનો આરોપી છે. સ્ટેટ જીએસટી વિભાગે રાજકોટના ઈન્ગોટ્સ અને ટીએમટી બ્રાસના ઉત્પાદક ઉત્કર્ષ ગ્રૂપ ઉપર દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી.માંથી રૂપિયા 30 કરોડ અને આયાષ મેટાકાસ્ટ પ્રાઈવેટ લિમીટેડમાંથી રૂપિયા 2 કરોડની કરચોરી પકડાઈ હતી.

 

આ પણ વાંચો: Vadodara: યુવતીના આપઘાત અને દુષ્કર્મ કેસમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું મંત્રીએ

આ પણ વાંચો: Ahmedabad: ભાજપ કોર્પોરેટરના પતિનો ધમકી આપતો ઓડિયો વાઈરલ, ગામ ભૂલાવી દેવાની આપી ધમકી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">