GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો ગુજરાતના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં

Gujarat Corona Update : રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,148 (8 લાખ 27 હજાર 148) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,091 થયો છે.

GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો ગુજરાતના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 11:01 PM

AHMEDABAD : રાજ્યમાં બે દિવસ કોરોના વાયરસના કેસોમાં વધારો થયા બાદ આજે 19 નવેમ્બરે 36 કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી 40 ની આસપાસ નવા કેસો આવી રહ્યાં છે. રાજ્યમાં ગઈકાલે 18 નવેમ્બરે કોરોનાના નવા 44 કેસ નોંધાયા હતા, જયારે આજે 19 નવેમ્બરે 36 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,148 (8 લાખ 27 હજાર 148) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,091 થયો છે.

રાજ્યમાં આજે 19 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 16 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,726( 8 લાખ 16 હજાર 726) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા 331 થઇ છે તેમજ રીકવરી રેટ એક પોઈન્ટ ઘટીને 98.74 ટકા થયો છે.

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

1. GANDHINAGAR : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ IFSC સેન્ટરની મુલાકાત લેશે

(Nirmala Sitharaman હિતધારકો સાથે ચર્ચા કરશે કે કેવી રીતે વૈશ્વિક નાણાકીય વ્યવસાયને ભારતમાં આકર્ષિત કરી શકાય અને તેને વૈશ્વિક નાણાકીય ટેકનોલોજી હબ તરીકે વિકસાવી શકાય.

2.“આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ હેઠળ પ્રાકૃતિક ખેત ઉત્પાદનના નિદર્શન સ્ટોલ્સની રાજયપાલ અને મુખ્યમંત્રીએ મુલાકાત લીધી

આ પ્રદર્શન સ્ટોલ્સની મહાનુભાવોએ મુલાકાત લઈને વિસ્તૃત જાણકારી મેળવવા સાથે, ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ. મહાનુભાવોએ અહી પ્રદર્શિત ચીજવસ્તુઓની ખેતી, ઉત્પાદન, મૂલ્યવર્ધિત ઉત્પાદન, વેચાણ વ્યવસ્થા, સ્વરોજગારી, જેવા મુદ્દે સ્ટોલધારકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

3.ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી, જાણો કયાં-કયાં થયો કમોસમી વરસાદ ?

બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝન વાવેતરને હજુ ગણતરીના દિવસો પણ નથી થયા તે સમય કમોસમી વરસાદ થતાં બટાકા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં છે.જ્યારે બીજી તરફ બાગાયતી પાકના ફળો પણ આ કમોસમી વરસાદના કારણે બગડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

4.રસી લો, 1 લીટર તેલ લઇ જાઓ : અમદાવાદમાં 5 લાખ લોકોને એક લીટર ખાદ્યતેલ મફતમાં આપવામાં આવશે

Vaccination in Ahmedabad : AMC 5 લાખ લોકોને એક લીટર ખાદ્યતેલ મફતમાં આપશે.5 લોકોને એક લીટર ખાદ્યતેલ આપી બીજો ડોઝ આપવાનો ટાર્ગેટ મુકવામાં આવ્યો છે.

5.Gandhinagar: કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત પર રાજ્યના આરોગ્ય મંત્રીનું નિવેદન, ‘કાયદા ખેડૂતોના હિતમાં હતા’

Gandhinagar: કૃષિ કાયદા પાછો ખેંચાયાની આજે PM મોદીએ જાહેરાત કરી છે. જેને લઈને ગુજરાતમાં રાજકીય પ્રતિક્રિયા આવી રહી છે. ચાલો જાણીએ રાજ્યના આરોગ્ય મંત્રીએ શું કહ્યું.

6.પંચમહાલ : દેવદિવાળી નિમિતે પાવાગઢ મહાકાળી મંદિરને એક ભક્તે 1 કરોડ 11 લાખનો ચેક અને સવા કિલો સોનાના છત્રની ભેટ આપી

51 શક્તિપીઠ પૈકી એક મહાકાળી ધામમાં ગુજરાત સહિત દેશભરના માઈ ભક્તો શ્રધ્ધાભેર દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આજે એક માઈ ભક્ત દ્વારા મંદિર ટ્રસ્ટને ઐતિહાસિક ભેટ અર્પણ કરાઈ હતી.

7.અમદાવાદ : બનાવટી આરસી બુક થકી જુની ગાડીઓનું વેચાણ કરતી આંતરરાજય ટોળકીનો પર્દાફાશ

પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે પકડાયેલા બંને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી એવા સંખ્યાબંધ વાહનોની આરસી બુક બનાવી વેચી હતી કે જે વાહન માલિકોને ઓરિજિનલ આરસીબુક ના મળી હોય કે પછી બેંક ફાયનાન્સથી વાહન લીધું હોય અને બેંકમાં વાહનોની ઓરીજીનલ આરસી બુક જમા હોય તેવા વાહનોની બનાવટી આરસી બુક બનાવી આપતા હતા.

8.DANG : જડીબુટ્ટીઓના સંશોધન માટે ગુજરાત સરકારે 31 કરોડ રૂપિયા ફાળવ્યા

રાજ્યના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે ડાંગને જાહેર કરવામાં આવ્યો.આહવામાં “આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ હેઠળ ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું.

9.ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરાયો, જાણો શું છે આ જિલ્લાની વિશેષતા ?

કુદરતની સાથે રહીને પ્રકૃતિનું દર્શન કર્યા વિના જીવવાની પદ્ધતિ સાચી જીવન પદ્ધતિ તરીકે ગણી શકાય, એવી જ રીતે ડાંગના લોકો પોતાની પરંપરાગત ખેતીના કારણે સમગ્ર દેશમાં જાણીતા છે.

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">