AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસી લો, 1 લીટર તેલ લઇ જાઓ : અમદાવાદમાં  5 લાખ લોકોને એક લીટર ખાદ્યતેલ મફતમાં આપવામાં આવશે

રસી લો, 1 લીટર તેલ લઇ જાઓ : અમદાવાદમાં 5 લાખ લોકોને એક લીટર ખાદ્યતેલ મફતમાં આપવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 5:43 PM
Share

Vaccination in Ahmedabad : AMC 5 લાખ લોકોને એક લીટર ખાદ્યતેલ મફતમાં આપશે.5 લોકોને એક લીટર ખાદ્યતેલ આપી બીજો ડોઝ આપવાનો ટાર્ગેટ મુકવામાં આવ્યો છે.

AHMEDABAD : તહેવારો બાદ ફરી રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો છે.જેને લઇ વેક્સિનેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે.તો બીજી તરફ અમદાવાદીઓ બેદરકારી દાખવી રહ્યાં છે.શહેરમાં હજી પણ 9 લાખથી વધુ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.જેને લઇ કોર્પોરેશન દ્વારા વેક્સિન લેનારને એક લીટર ખાદ્યતેલ ફ્રીમાં આપવાની યોજના ફરી અમલમાં મુકવામાં આવી છે.જેના ભાગરૂપે થલતેજ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બંને ડોઝ લેનાર લોકોને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવ્યું હતું.AMC 5 લાખ લોકોને એક લીટર ખાદ્યતેલ મફતમાં આપશે.5 લોકોને એક લીટર ખાદ્યતેલ આપી બીજો ડોઝ આપવાનો ટાર્ગેટ મુકવામાં આવ્યો છે.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવશે.

જે લોકોએ પહેલો ડોઝ લઇ લીધો છે એ લોકો બીજો ડોઝ લેવામાં વધુ બેદરકાર જોવા મળે છે. એકલા અમદાવાદ શહેરમાં જ આશરે 9 લાખથી વધુ લોકો એવા છે કે જેઓ પ્રથમ ડોઝ લીધા પછી પણ બીજો ડોઝ લેવા આવ્યા નથી. આ એવા લોકો છે જેમના બે ડોઝ વચ્ચેનો સમય લાંબો થઈ રહ્યો છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જો કે આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં સમયસર રસી ન લેનારા અને અન્ય પ્રવાસન સ્થળોએ જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કોરોનાના ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને રસીકરણ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. જેના કારણે સ્થાનિક કક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધુમાં વધુ રસીકરણ માટે અનેક વિસ્તારોના કાઉન્સિલરોએ પણ મોરચો સંભાળ્યો છે. આ કાઉન્સિલરો લોકોને રસી વિશે જાગૃત કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની પ્રસંશા કરી, જાણો શું કહ્યું

આ પણ વાંચો : પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વપરાશ સાથે પ્રજાજનોને સ્વાસ્થપ્રદ જીવનશૈલી આપવાનો સરકારનો પ્રયાસ છે : મુખ્યમંત્રી

g clip-path="url(#clip0_868_265)">