AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચમહાલ : દેવદિવાળી નિમિતે પાવાગઢ મહાકાળી મંદિરને એક ભક્તે 1 કરોડ 11 લાખનો ચેક અને સવા કિલો સોનાના છત્રની ભેટ આપી

51 શક્તિપીઠ પૈકી એક મહાકાળી ધામમાં ગુજરાત સહિત દેશભરના માઈ ભક્તો શ્રધ્ધાભેર દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આજે એક માઈ ભક્ત દ્વારા મંદિર ટ્રસ્ટને ઐતિહાસિક ભેટ અર્પણ કરાઈ હતી.

પંચમહાલ : દેવદિવાળી નિમિતે પાવાગઢ મહાકાળી મંદિરને એક ભક્તે 1 કરોડ 11 લાખનો ચેક અને સવા કિલો સોનાના છત્રની ભેટ આપી
પાવાગઢ-મહાકાળી મંદિર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 5:19 PM
Share

પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટને એક માઈ ભક્ત દ્વારા ૦૧ કરોડ ૧૧ લાખનો ચેક અને સવા કિલો સોનાના છત્રની ભેટ ચઢાવવામાં આવી છે. મૂળ રાજસ્થાનના અને હિંમતનગર ખાતે રહેતા અને પશુઓ માટેના કેટલફૂડનો વ્યવસાય કરતા માઈ ભક્તે પાવાગઢ મંદિરના જીર્ણોદ્ધાર માટે આટલું મોટું દાન આપ્યું છે. આજે દેવ દિવાળીના શુભ દિવસે અન્નકૂટના દર્શન કરી ભક્તે મહાકાળી મંદિર ટ્રસ્ટને ચેક અર્પણ કર્યા હતો. અને મંદિરમાં સોનાનું છત્ર ચડાવ્યું હતું.

51 શક્તિપીઠ પૈકી એક મહાકાળી ધામમાં ગુજરાત સહિત દેશભરના માઈ ભક્તો શ્રધ્ધાભેર દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આજે એક માઈ ભક્ત દ્વારા મંદિર ટ્રસ્ટને ઐતિહાસિક ભેટ અર્પણ કરાઈ હતી. મહાકાળી મંદિર ટ્રસ્ટને અત્યાર સુધી મળેલા ભેટ દાન પૈકી સૌથી મોટું દાન આજે એક ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છેકે આજે દેવદિવાળીના પાવન પર્વે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જયાં માં મહાકાળી બિરાજમાન છે. ત્યાં આજે પાવાગઢ કાલિકા મંદિર સવારે 6.00 કલાકથી દર્શન માટે ખુલ્લુ રખાયું હતું ત્યાર બાદ ટ્રસ્ટ દ્વારા સુંદર અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. કારતક સુદ પુનમને દેવ દિવાળીનાં દિવસે સવારનાં 10.00 થી 12.00 કલાકે મંદિર પરિસરમાં બંધ બારણે માતાજીને અન્નકુટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેનો અનેક ભક્તોએ લ્હાવો પણ લીધો હતો.

ત્યાર બાદ 12.30 કલાકથી મંદિર દર્શન માટે સતત ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ગતરોજ પાવાગઢ શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટનાં સ્થાનિક ટ્રસ્ટીના એક નિવેદન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માતાજીનાં પરમ્ ભક્તો કે જેઓ દર રવિવારે, પુનમે, અમાસ નાં રોજ દર્શન માટે આવે છે તેઓ સર્વેની ખાસ ઉપસ્થિત તથા માંઇભક્તોની હાજરીમાં અન્નકુટ પ્રસંગ ઉજ્જવવામાં આવનાર છે સર્વે ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે . આ અન્નકુટનાં આયોજનમાં ટ્રસ્ટનાં કર્મચારી ગણ કુટુંબીજનો સાથે હાજરી આપવા જણાવવા આવ્યું હતું.આજે દેવદિવાળી પર્વને લઇને મહાકાળી મંદિરમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : NTPC Jobs 2021: NTPC એક્ઝિક્યુટિવની ભરતી કરશે, એન્જિનિયરિંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક

આ પણ વાંચો : Health Tips: શિયાળામાં આ 5 સુપર ફૂડને આહારમાં સામેલ કરો, સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક

g clip-path="url(#clip0_868_265)">