Gujarat : કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

|

Nov 18, 2021 | 8:52 PM

ગુજરાતમાં 18 નવેમ્બરના કોરોના અપડેટ સાથે વાંચો રાજ્યના મહત્વના સમાચારો

Gujarat : કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો
Gujarat News Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોના(Corona)મહામારીએ ફરી ઉથલો માર્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો અને કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં 24 કલાકમાં નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધારે 11 કેસ વડોદરામાં(Vadodara)નોંધાયા છે.

આ ઉપરાંત અમદાવાદમાં 9, સુરતમાં 8, કચ્છમાં 4, જામનગર અને વલસાડમાં 3-3, રાજકોટમાં 2 કેસ નોંધાયા છે. તો ભરૂચ, ભાવનગર, નવસારી અને ગાંધીનગરમાં પણ 1-1 કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 312 એક્ટીવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 306 દર્દીની હાલત સ્થિર છે.

બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ, રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં રસીકરણ અભિયાન તેજ બનાવાયું છે. રસિકરણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 4 લાખ 93 હજાર 328 લોકોનું રસીકરણ થયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ઉપરાંત રાજ્યના અન્ય મુખ્ય સમાચારો પર નજર કરીએ તો

1. અમદાવાદ : કાંકરિયા કાર્નિવલને લઇને હજુ અસમંજસ, AMCની સ્ટેન્ડિગ કમિટીમાં આટલો પ્રોપર્ટી ટેક્સ માફ થયો

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોર્પોરેશને શહેરની 5521 મિલકતોનો 47.90 કરોડનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. 5521 મિકલત ધારકોનો ચાલુ નાણાંકીય વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે.કોરોનાને કારણે સરકારે રેસ્ટોરન્ટ-હોટેલ, મલ્ટીપ્લેક્ષ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્ક અને જીમ સહિતનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની જાહેરાત કરી હતી.

2 . TV9 Exclusive : વલસાડમાં યુવતી આત્મહત્યા કેસમાં સંસ્થા ઓએસીસના સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં

ગુજરાતના(Gujarat)વડોદરામાં(Vadodara)થયેલ રેપ(Rape)અને ત્યાર બાદ વલસાડમાં(Valsad)યુવતીએ કરેલી આત્મહત્યાના(Suiside)કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વલસાડ રેલવે પોલીસે નોંધેલ FIRની કેટલીક મહત્વની માહિતી TV9 પાસે છે. જેમાં યુવતીની સંસ્થા ઓએસીસના સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે.

3 . અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો

ગુજરાતમાં(Gujarat)  ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે (CR Paatil)  કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર                  ( Ambarish Der ) માટે જગ્યા ખાલી રાખી હોવાની વાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જેમાં ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ ફરી એકવાર તોડજોડના રાજકારણમાં સક્રિય હોવાના સંકેત પણ આપી દીધા છે. તેમજ તેની સાથે જ કોંગ્રેસ માટે પણ મુશ્કેલી ઉભી કરી દીધો છે. જેના પગલે કોંગ્રેસે પણ આ મુદ્દે ભાજપ પર પલટવાર શરૂ કરી દીધો છે.

4. ગીર સોમનાથ : 20 માછીમારો પાકિસ્તાન જેલમાંથી માદરે વતન પહોંચ્યા, વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જેમાં વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આ માછીમારોમાં ગીરસોમનાથના 19 અને પોરબંદરના 01 માછીમારનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી વાત અહીં એ છેકે નવાબંદરનો માછીમાર પિતાના નામની ભૂલને કારણે ચાર વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો.

5. ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona) બીજી લહેર બાદ કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ રાજ્યમાં ફરી કોરોના માથુ ઉચકી રહ્યો છે. ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું (Rushikesh Patel) મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ અંગે સરકાર સક્રીય છે.કોરોનાના વાયરસના વેરિએન્ટ માટેની તપાસ ચાલી રહી છે.

6 . અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, રિક્ષાચાલકોએ 21 નવેમ્બરની અચોક્કસ મુદતની હડતાળ મોકુફ રાખી

ગુજરાતમાં(Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની સાથે જ સીએનજી(CNG) ગેસના ભાવમાં પણ વધારો થયો છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સીએનજી ગેસના ભાવમાં પણ ઘટાડો કરવાની માંગ અમદાવાદના(Ahmedabad)રિક્ષા ચાલક (Rikshaw Driver) યુનિયનોએ કરી હતી.તેમજ તેમની આ માંગણીને લઈને 21 નવેમ્બરે રિક્ષા યુનિયને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી. જો કે આખરે રિક્ષા ચાલકોએ હડતાળનો આ નિર્ણય પાછો ખેંચ્યો છે.

 

Next Article