ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન
ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ અંગે સરકાર સક્રીય છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona) બીજી લહેર બાદ કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ રાજ્યમાં ફરી કોરોના માથુ ઉચકી રહ્યો છે. ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું (Rushikesh Patel) મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ અંગે સરકાર સક્રીય છે.
કોરોનાના વાયરસના વેરિએન્ટ માટેની તપાસ ચાલી રહી છે સાથે જ વધતા કેસને પગલે બેઠક કરવામાં આવશે.તેમણે એમ પણ જણાવ્યું કે, રસી લીધા હોય તેવા દર્દીઓને હોસ્પિટલ જવાની જરૂર પડતી નથી તે ઘરે જ સાજા થઈ જાય છે.
આ ઉપરાંત કોરોનાના પૉઝિટિવ કેસના આંકડાઓને લઈને ફરીથી સવાલો ઉભા થયા છે…સરકારી આંકડાઓ અને શહેરની ખાનગી લેબોરેટરીના આંકડાઓમાં વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 40થી 50 ખાનગી લેબોરેટરીમાં કોરોનાના RTPCR ટેસ્ટ કરવામાં આવે છે.દિવાળી બાદ ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટનું પ્રમાણ વધ્યું છે અને પૉઝિટિવ કેસના પ્રમાણમાં પણ બેથી ત્રણ ગણો વધારો થયો છે.
આ પણ વાંચો : અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, રિક્ષાચાલકોએ 21 નવેમ્બરની અચોક્કસ મુદતની હડતાળ મોકુફ રાખી
આ પણ વાંચો : હર્ષ સંઘવીની ડ્રગ્સ માફિયાઓને ચેતવણી “ડ્રગ્સ માફિયાઓની ખેર નથી” “નશાના નેટવર્કને તોડવા પોલીસ સક્ષમ”