GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 29 ઓગષ્ટે કોરોનાના નવા 12 કેસ, 12 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં આજે 29 ઓગષ્ટના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 12 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,166 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 29 ઓગષ્ટે કોરોનાના નવા 12 કેસ, 12 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update 12 new cases of corona, 12 patients recovered In Gujarat, on 29 August 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 8:09 PM

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, તો સાથે એક્ટીવ કેસો પણ ઘટી રહ્યાં છે. તો કોરોના સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં કોરોનાના કારણે દર્દીઓના મૃત્યુ થવાનું નહીવત થઇ ગયું છે, 6 કે 7 દિવસે એક દર્દીનું મૃત્યુ નોંધાઈ રહ્યું છે. ગઈકાલે 28 ઓગષ્ટે 10 નવા કેસ નોંધાયા તો આજે 12 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના 12 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 29 ઓગષ્ટે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,398 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,081 પર પહોચ્યો છે.

12 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 151 થયા રાજ્યમાં આજે 29 ઓગષ્ટના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 12 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,166 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 29 ઓગષ્ટે એક્ટીવ કેસ 151 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર પહોચ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજે અને કાલે રસીકરણ બંધ રાજ્યમાં  29 અને 30 ઓગષ્ટ એમ દિવસ કોરોના રસીકરણ અભિયાન બંધ રહેશે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવાયું હતું છે કે રાજ્યમાં હાલ ચાલી રહેલી કોરોના રસીકરણની કામગીરી રવિવાર તા.29 અને સોમવા૨ તા.30 ઓગસ્ટ 2021 ના દિવસે તહેવા૨ ને અનુલક્ષીને તે દિવસ પૂરતી બંધ રાખવામાં આવી છે. આ અંગેની નોંધ લેવા સૌ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોના વેકસીનેશન કામગીરી મંગળવાર તા.31 ઓગસ્ટ , 2021 થી ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

અંકલેશ્વરમાં દર મહીને કોરોના વેક્સિન કોવેક્સીનના 1 કરોડ ડોઝનું ઉત્પાદન થશે ગુજરાતના પ્લાન્ટમાં નિર્મિત કોરોના વેક્સિન કોવેક્સીન પ્રથમ બેચ રિલીઝ કરી દેવામાં આવી છે..હાલ રસીકરણ જ કોરોનાના સંક્રમણને રોકવાનું અમોઘ શસ્ત્ર છે, ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્તરે રસીનું ઉત્પાદન થવાથી રસીકરણની પ્રક્રિયાને ચોક્કસથી વેગ મળશે.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ અંકલેશ્વરથી કોવેક્સીનની પ્રથમ વાણિજ્યિક બેચ રિલીઝ કરીને કહ્યું કે, સરકારના આ પગલાથી વૅક્સિનની આપૂર્તિમાં વૃદ્ધિ થશે અને તમામને વૅક્સિન પહોંચાડવામાં મદદ મળશે. અંકલેશ્વરમાં દર મહીને કરોના વેક્સિન કોવેક્સીનના 1 કરોડ ડોઝનું ઉત્પાદન થશે.

આ પણ વાંચો : CHHOTA UDEPUR : વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં, સુખી ડેમમાંથી પાણી આપવાની માંગ કરાઈ

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">