ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 367 કેસ નોંધાયા, ચાર લોકોના મૃત્યુ
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેમાં 22 ફેબ્રઆરીના રોજ કોરોના નવા 367 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં (Gujarat ) કોરોનાના(Corona) કેસોમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેમાં 22 ફેબ્રઆરીના રોજ કોરોના નવા 367 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે.જેમાં અમદાવાદમાં(Ahmedabad) 161, વડોદરામાં 87, ગાંધીનગરમાં 15, બનાસકાંઠામાં 14, સુરતમાં 09, આણંદ, રાજકોટમાં 8, તાપી ભરૂચ, દાહોદ, પાટણમાં 7 કેસ નોંધાયા, સાબરકાંઠામાં 06, ભાવનગરમાં 4 કેસ, નોંધાયા છે, ડાંગ, જામનગર અને મહેસાણામાં 03 કેસ નોંધાયા છે.
જ્યારે અરવલ્લી, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા છે. છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાનાથ, મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, નર્મદા, પંચમહાલ, પોરબંદરમાં કોરોનાનો શૂન્યો કેસ નોંધાયા છે.
રાજ્યમાં 3889 દર્દીઓ સાજા છે જ્યારે કુલ 126445 દર્દીઓ સાજા થઈ ગયા છે.રાજ્યમાં એક્ટિવ કેસનો ઘટીને 3925 પર પહોંચી ગયો છે. આ પૈકી ફક્ત 36 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે આજે વડોદરા શહેરમાં 02, ભરૂચમાં 1, પોરબંદરમાં 01 મળીને કુલ 4 મોત થયા છે.રાજ્યમાં 902 દર્દી સાજા થયા છે જ્યારે કુલ 1,86,089 લોકોનું રસીકરણ થયું છે. ગુજરાતનો કોરોના વાયરસનો રિકવરી રેટ 98.79 ટકા છે.
આ પણ વાંચો : નડિયાદ ખાતે વિધાનસભા ચૂંટણીની તૈયારીરૂપે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યકરોની બેઠક
આ પણ વાંચો : ગોધરામાં ગુલીયન બેરી સિન્ડ્રોમ રોગે દેખા દીધી, ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની વિગતો સામે આવી