AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોધરામાં ગુલીયન બેરી સિન્ડ્રોમ રોગે દેખા દીધી, ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની વિગતો સામે આવી

ગોધરા શહેરમાંથી મળી આવેલા તમામ 10 દર્દીઓ હાલ વડોદરા ખાતે સારવાર અર્થે છે જ્યારે હજુ પણ કેટલાક વધુ દર્દીઓ મળી આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે

ગોધરામાં ગુલીયન બેરી સિન્ડ્રોમ રોગે દેખા દીધી,  ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની વિગતો સામે આવી
આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:43 PM
Share

પંચમહાલ (panchmahal) જિલ્લાના મુખ્ય મથક ગોધરા (Godhra) શહેરમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ (Guillain Berry Syndrome) નામના જીવલેણ રોગના 10 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરમાં કોરોના કેસો માંડ ઓછા થયા હતા ત્યાં જી બી એસ નામના જીવલેણ રોગે દેખા દીધી છે તેમજ આ રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં ત્રણ વ્યક્તિઓના મોત (death) થયા હોવાની પણ વિગતો સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

ગોધરા શહેરમાં કોરોનાના કેસોમાં માંડ બે દિવસથી રાહત મળી હતી ત્યાં શહેરમાં જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમ નામના રોગે દેખા દેતા શહેરીજનો સહિત આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા સાપા રોડ, વાગડિયા વાસ, દયાનંદ નગર અને સતકેવલ સોસાયટી વિસ્તારોમાંથી આ રોગના લક્ષણો ધરાવતા 10 ઉપરાંત કેસો મળી આવ્યા છે જે તમામ દર્દીઓ વડોદરા ખાતે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે આ રોગના લક્ષણો ધરાવતાં ત્રણ દર્દીઓના શંકાસ્પદ મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં બે બાળકોને એક મહિલાનો સમાવેશ થાય છે.

મૃતક મહિલાનું નામ પૂનમ મછાર છે જેની ઉંમર 23 વર્ષ હતી. ગોધરા શહેરમાં જીબીએસ રોગના દર્દીઓ મળી આવતા શહેરીજનોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં અલગ અલગ છ ટીમો બનાવીને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં આ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનોમાં રહેતા અને આ રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓના સેમ્પલ મેળવીને અમદાવાદ ખાતે મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

બેક્ટેરિયા અને વાયરસના લીધે આ રોગ થાય છે

ગુલિયન બેરી સિન્ડ્રોમએ બેક્ટેરિયા અને વાયરસના લીધે થતો રોગ છે. આ રોગ જેને લાગુ પડે છે તે દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને શરીરની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે જેને લઇને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પગમાં અશક્તિ આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં પગમાં લકવો થઈ જાય છે.

ઓછા રાંધેલા મરઘીના માસમાંથી પણ જીબીએસ રોગના બેક્ટેરિયા મળી આવે છે

એક અભ્યાસ પ્રમાણે ઓછા રાંધેલા મરઘીના માસમાંથી પણ જીબીએસ રોગના બેક્ટેરિયા મળી આવે છે, જ્યારે એડીસ મચ્છર તેમજ વધુ પડતી ગંદકીમાં પણ આ રોગના બેક્ટેરિયા અને વાયરસ મળી આવે છે. ગોધરા શહેરમાં હાલમાં મળી આવેલા જીબીએસ રોગના દર્દીઓમાં મોટાભાગના બાળકો અને યુવાનોનો સમાવેશ થાય છે, જેઓની ઉંમર 10 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની સામે આવી છે.

રહેણાંક વિસ્તારમાં નિયમિત સાફ સફાઈથી આ રોગ અટકાવી શકાય

આ રોગના નિદાન માટે દર્દીના સ્ટુલનું સેમ્પલ મેળવીને પરીક્ષણ કરવામાં આવે છે. આ રોગથી બચવા માટે રહેણાંક મકાનો તેમજ વિસ્તારોમાં ગંદકીની નિયમિત સાફ સફાઈ, પાણીનો ભરાવો ન થવા દેવો તેમ જ સંપૂર્ણ રાંધેલો ખોરાક આરોગવો જોઈએ.

સાફ-સફાઇ, સેનિટેશન, દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરાઈ

ગોધરા શહેરમાંથી મળી આવેલા તમામ દર્દીઓ હાલ વડોદરા ખાતે સારવાર અર્થે છે જ્યારે હજુ પણ કેટલાક વધુ દર્દીઓ મળી આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગ તેમજ ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં સાફ-સફાઇ, સેનિટેશન, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

મોટાભાગના કેસો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી મળી આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગોધરા શહેરમાંથી મળી આવેલા 10 જેટલા કેસોમાં મોટાભાગના કેસો ગીચ વસ્તી ધરાવતા સ્લમ વિસ્તારોમાંથી મળી આવ્યા છે, જેથી જવાબદાર વિભાગ દ્વારા આ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી બને છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્ર રજૂ , ઔડા કમિશનર લોચન શહેરાએ રુ. 1210.73 કરોડનુ બજેટ રજુ કર્યુ

આ પણ વાંચોઃ રાજકોટમાં સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજીને લઈને ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાઇ તેવી ટિપ્પણીથી રોષ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">