AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 57 દર્દીઓ સાજા થયા

રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,886 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 72 છે. જેમાં 02 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 70 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 57 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update
| Updated on: Mar 31, 2022 | 8:38 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 31 માર્ચના રોજ કોરોનાના નવા 11 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 57 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,886 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 72 છે. જેમાં 02 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 70 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 03 ,વડોદરામાં 04, ગાંધીનગરમાં 01,રાજકોટમાં 01, સુરતમાં 02 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Jamnagar : આગામી નાણાકીય વર્ષમાં બેંકો જામનગર જિલ્લામાં રૂપિયા 5752.26 કરોડનું ધિરાણ કરશે

Follow Us
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
g clip-path="url(#clip0_868_265)">