આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોર હશે : સૂત્ર

કારણ કે ચર્ચા એવી છે કે પીકે અને કોંગ્રેસ વચ્ચે શરૂ થયેલી વાતચીત અટકી પણ જાય. તેની પાછળ કેટલાક કારણો છે. પહેલુ કારણ છે કે પીકે એટલે પ્રશાંત કિશોર 2024ના પ્લાન પર સહમિત બને તો જ રાજ્યોમાં આવતી ચૂંટણી માટે કામ કરશે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 31, 2022 | 5:21 PM

ગુજરાતમાં (Gujarat) ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં (Assembly elections)કોંગ્રેસના (Congress) રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)હશે. એટલે કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પ્રશાંત કિશોરના શીરે છે. પ્રશાંત કિશોર અને કોંગ્રેસ કોઈ પ્લાન પર ચર્ચા કરી રહ્યા હોવાની પણ ચર્ચાઓ તેજ થઈ છે. બંગાળની જીત બાદ કોંગ્રેસ અને રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચેની વાતચીત અટકી પડી હતી. પણ ગત ચૂંટણીઓમાં કોંગ્રેસની થયેલા હાર બાદ બન્ને પક્ષો ફરી વાતચીત શરૂ થઈ હોવાની ચર્ચા છે. પરંતુ આ વાતમાં કેટલાક ટ્વિસ્ટ પણ છે.

કારણ કે ચર્ચા એવી છે કે પીકે અને કોંગ્રેસ વચ્ચે શરૂ થયેલી વાતચીત અટકી પણ જાય. તેની પાછળ કેટલાક કારણો છે. પહેલુ કારણ છે કે પીકે એટલે પ્રશાંત કિશોર 2024ના પ્લાન પર સહમિત બને તો જ રાજ્યોમાં આવતી ચૂંટણી માટે કામ કરશે. બીજુ કારણ એ પણ છે કે પીકે અને કોગ્રેસ બન્નેના વલણમાં કોઈ ફેરફાર નથી આવ્યાની ચર્ચા છે. એટલે પીકે ગાંધી પરિવારની ઈચ્છા વિરૂદ્ધ કોંગ્રેસમાં પરિવર્તન ઈચ્છા રહ્યા છે અને પાર્ટીનું એક ગ્રુપ આ વાતના સમર્થનમાં પણ છે. ગુજરાતના નેતાઓ તો પીકેને ગુજરાતની કમાન સોંપવાના પક્ષમાં છે પણ પીકે 2024ના ઠોસ પ્લાન વગર કામ કરવા ઈચ્છતા ન હોય તેવું સૂત્રો કહી રહ્યા છે.

આ પણ વાંચો : Bhavnagar : સામાન્ય બાબતમાં માતા-પુત્રી પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું, ફરાર આરોપીને પકડવા પોલીસની કવાયત તેજ

આ પણ વાંચો : Ahmedabad : રેસીડેન્ટ ડોકટરે હાથ પર ઇન્જેક્શન લગાવી કર્યો આપઘાત, આપઘાત કરવા પાછળની હકીકત શું તે અંગે પોલીસ તપાસ શરૂ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati