AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નજીવા 61 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિ

ગુજરાતમાં કોરોનાના કેસો સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાં 05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના માત્ર 61 કેસ નોંધાયા છે. તેમજ એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

ગુજરાતમાં કોરોનાના નજીવા 61 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિ
Gujarat Corona Update
| Updated on: Mar 05, 2022 | 8:20 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસો સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાં 05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના માત્ર 61 કેસ નોંધાયા છે. તેમજ એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.ગુજરાતમાં આજે નોંધાયેલા કેસોમાં સૌથી વધારે અમદાવાદમાં(Ahmedabad) 25, વડોદરામાં 09, વડોદરા ગ્રામીણમાં 05, ડાંગમાં 06, બનાસકાંઠામાં 03, ગાંધીનગરમાં 02, રાજકોટ ગ્રામીણમાં 02,અમદાવાદ ગ્રામીણમાં 01, આણંદમાં 01, અરવલ્લીમાં 01, ગાંધીનગર 01, નવસારી 01, રાજકોટમાં 01, સુરત ગ્રામીણના 01, સુરતમાં 01,તાપીમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં આજે 186 દર્દીઓ સાજા થયા છે. તેમજ રાજ્યનો કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 984એ પહોંચી છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Anand: પેટલાદમાં નમો કિસાન પંચાયતની મીટિંગ મળી, ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી

આ પણ વાંચો : Gandhinagar: આવતીકાલે PSI ભરતીની લેખિત પરીક્ષા યોજાશે, 312 પરીક્ષા કેન્દ્ર પર 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે

g clip-path="url(#clip0_868_265)">