CM વિજય રુપાણીએ કોંગ્રેસને ચોર ગણાવી અને મધુ શ્રીવાસ્તવ વિશે કહ્યું કે તેમની પર વડોદરાની પાર્ટી પગલાં લેશે!

કમલમ ખાતે ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃતિના અનાવરણ પ્રસંગ્રે વિજય રુપાણીએ કોંગ્રેસને ચોર ગણાવી હતી અને મધુ શ્રીવાસ્તવ વિશે કહ્યું કે તેમના પર વડોદરાની પાર્ટી પગલાં લેશે.  વિજય રુપાણીએ કહ્યું કે કોંગ્રેસ ચોર છે એટલે જ ચોર માચાયે શોર. તેઓ કમલમ કોબામાં ભાજપના મેનિફેસ્ટોના ગુજરાતી આવૃતિના અનાવરણના પ્રસંગે બોલ્યા પણ તેઓએ મતદારોને ધમકાવનાર મધુ શ્રીવાસ્તવ […]

CM વિજય રુપાણીએ કોંગ્રેસને ચોર ગણાવી અને મધુ શ્રીવાસ્તવ વિશે કહ્યું કે તેમની પર વડોદરાની પાર્ટી પગલાં લેશે!
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Apr 09, 2019 | 4:26 PM

કમલમ ખાતે ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃતિના અનાવરણ પ્રસંગ્રે વિજય રુપાણીએ કોંગ્રેસને ચોર ગણાવી હતી અને મધુ શ્રીવાસ્તવ વિશે કહ્યું કે તેમના પર વડોદરાની પાર્ટી પગલાં લેશે. 

વિજય રુપાણીએ કહ્યું કે કોંગ્રેસ ચોર છે એટલે જ ચોર માચાયે શોર. તેઓ કમલમ કોબામાં ભાજપના મેનિફેસ્ટોના ગુજરાતી આવૃતિના અનાવરણના પ્રસંગે બોલ્યા પણ તેઓએ મતદારોને ધમકાવનાર મધુ શ્રીવાસ્તવ સામે પાર્ટી કેવા પ્રકારના પગલા લેશે તે અંગે બોલવાનુ ટાળ્યું હતું.  આ બાબતે તેમણે કહ્યું કે વડોદરાની પાર્ટી પગલા લેશે. હવે વડોદરાની કઈ પાર્ટી તેને લઇને પત્રકારો પણ અવઢવમાં મુકાયા કે શુ સાચે જ સીએમ ભોળા છે કે પછી તેમને સંગઠનની ખબર નથી કે ખબર નહીં હોવાનુ તેઓએ નાટક કર્યું.  વધુમાં  તેઓ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના બચાવમાં પણ આવ્યા હતા.

સીએમ વિજય રુપાણીએ પક્ષના પ્રદેશ કાર્યાલયે સંવાદદાતા સંમેલનને સંબોધ્યું. જ્યાં તેઓએ ભાજપના ચૂંટણી ઢંઢેરાના ગુજરાતી આવૃતિનું અનાવરણ કર્યું, જેમાં જે વાતો વડાપ્રધાને સોમવારે હિન્દીમાં કહી તે જ વાતો સીએમ વિજય રુપાણીએ ગુજરાતીમાં દોહરાવી હતી. કદાચ ભાજપને લાગ્યું હશે કે ગુજરાતી મતદારો હિન્દીમાં નહી સમજ્યા હોય, જેથી ગુજરાતીમાં સમજાવવુ જરુરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હવે જો કરીએ વાત સવાલ જવાબની તો સુરતમાં પ્રદેશના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જે રીતે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને હરામજાદા કહ્યાં.  જેને લઇને ભારે વિવાદ થયો અને ચૂંટણી કમિશને સ્વયભું ધ્યાને લઇને નોટિસ પણ આપી દીધી. જ્યારે સીએમ વિજય રુપાણીને આ બાબતે પુછ્યું તો તેઓએ કહ્યું કે પ્રદેશ પ્રમુખની વાતનો કહેવાનો મતલબ જુદો હતો પણ હું તો હું છું કે કોંગ્રેસ ચોર છે એટલે જ ચોર માચાયે શોર. છતાં વંશવાદની વાત કરીએ છીએ  છતાં કોઇની જીભ ન લપસવી જોઇએ અને પ્રદેશ પ્રમુખનો કહેવાનો અર્થ એ ન હતો.

તેમને જ્યારે મધુ શ્રીવાસ્તવ વિશે પુછવામાં આવ્યું  તો પહેલા તો સીએમ વિજય રુપાણીએ બચાવ કર્યો પણ જ્યારે પ્રશ્નો સતત પુછાયા તો તેમને સ્વીકાર્યું કે ઈલેક્શન કમિશન પગલાં લઇ રહ્યું છે. પક્ષ ક્યારે પગલા લેશે તેવું પુછતા સીએમ વિજય રુપાણીએ કહ્યું કે બરોડાની પાર્ટી પગલા લેશે!  હવે વિજયભાઈ તો પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે તેમને ખબર છે કે પ્રદેશ સ્તરેથી ઠપકો અપાય છે, તેમને નોટિસ મોકલીને ખુલાસો પુછાય છે, પણ મધુ શ્રીવાસ્તવ ભાજપની મજબુરી છે.

બાલાકોટ હુમલાના પુરાવા હોય તો પણ ના અપાય: વિજય રુપાણી

સીએમ વિજય રુપાણીએ તો ત્યાં સુધી કહી નાખ્યુ કે બાલાકોટમાં હુમલાના કોઇ પુરાવાના હોય અને હોય તો તે અપાય નહી કારણકે મામલો આંતરરાષ્ટ્રીય હોય તો તેના પુરાવા આપવાના ન હોય અને જરુરી પણ નથી કે તેના પુરાવા અપાય.  પુરાવા માંગવાવાળા પાકિસ્તાનની જેમ વાત કરે છે, તે યોગ્ય નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">