AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે બેસતા વર્ષે કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું છે. જેના પગલે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,સાંસદ હસમુખ પટેલ,પૂર્વ ધારાસભ્ય નિર્મલા વાઘવાણી શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
Gujarat CM Bhupendra Patel wishes New Year to Union Home Minister Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 11:11 AM
Share

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના(Amit Shah) નિવાસે પહોંચી નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે બેસતા વર્ષે કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું છે. જેના પગલે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,સાંસદ હસમુખ પટેલ,પૂર્વ ધારાસભ્ય નિર્મલા વાઘવાણી શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

આ ઉપરાંત ધારાસભ્ય વલ્લભ કાકડીયા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને માનવ અધિકાર આયોગના સભ્ય અને ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ JCP જે.કે ભટ્ટ પણ અમિત શાહની મુલાકાતે આવ્યા હતા. જ્યારે મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયા અને ભાજપના મહિલા નેતા ભાવના દવે તથા કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અમિત શાહના નિવાસ સ્થાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhpendra patel) નૂતન વર્ષ(New Year)વિક્રમ સંવત ૨૦૭૮ ના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર માં દર્શન -પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ સવારે ભદ્રકાળી મંદિર પહોંચીને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે નવું વર્ષ ગુજરાતના સતત અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મેયર કિરીટ પરમાર , અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ, મંદિરના ટ્રસ્ટી સહિત અગ્રણીઓ જોડાયા હતા. ભદ્રકાળી મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનોને પણ મુખ્યમંત્રી એ સાલ મુબારક પાઠવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078 ના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજ ના ત્રિમંદિર માં દર્શન પૂજન થી કર્યો છે. મુખ્યમંત્રી આજે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા.

સી એમ ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારો ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુને પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રી એ સૌ સમાજ વર્ગો ની શકિત ક્ષમતા ઉજાગર કરીને સૌના સહયોગ થી આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત નો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું.

આ પણ વાંચો : સુરતમાં લોકોએ અંબાજી મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો, લોકોની ભારે ભીડ

આ પણ વાંચો : Diwali પર્વે સોનું ખરીદતા પહેલા જાણી લો ઇન્કમ ટેક્સના આ નિયમ નહીંતર આવશે નોટિસ

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">