AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના નામોની અટકળો તેજ, જાણો કોણ કપાશે કોણ ઉમેરાશે

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાને વધુ પ્રાધાન્ય  આપવામાં આવે તેવી શક્યતા છે.

Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના નામોની અટકળો તેજ, જાણો કોણ કપાશે કોણ ઉમેરાશે
Gujarat CM Bhupendra Patel cabinet members speculate on names find out who will be cut and who will be added ( File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:57 AM
Share

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના સભ્યોના નામોની અટકળો તેજ બની રહી છે. જેમાં આજે જ મંત્રીમંડળનો શપથવિધિ યોજાઇ તેવી શક્યતા છે. જેના પગલે હવે મંત્રીમંડળમાં ઉમેનારા નામોની ચર્ચા વધુ તેજ બની છે. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 60 ટકા નવા ધારાસભ્યો ઉમેરાશે. જયારે મંત્રીમંડળમાંથી અન્ય સભ્યોની બાદબાકી કરવામાં આવશે.

જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાને વધુ પ્રાધાન્ય  આપવામાં આવે તેવી શક્યતા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં આ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

મંત્રીમંડળમાં  નવા ચહેરાઓની સંભાવના 

હર્ષ સંઘવી રાજેન્દ્ર ત્રિવેદી ઋષિકેશ પટેલ આત્મારામ પરમાર દુષ્યંત પટેલ નિમિષા સુથાર પ્રદ્યુમ્ન સિંહ જાડેજા

રાકેશ શાહ જગદીશ પંચાલ શૈલેષ મહેતા સોટ્ટા મનિષા વકિલ કેતન ઈમાનદાર કનુ પટેલ કિરિટસિંહ રાણા હિતુ કનોડિયા દિલીપ ઠાકોર કાંતિ બલર અરવિંદ રાણા

જ્યારે સીએમ રૂપાણીના મંત્રીમંડળમાં રહેલા અનેક સિનિયર મંત્રીઓને નવા મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.

મંત્રીમંડળમાંથી  આ ચહેરા પડતાં મૂકી શકાય 

નીતિન પટેલ કૌશિક પટેલ ઈશ્વરસિંહ પરમાર પુરસોત્તમ સોલંકી બચુ ખાબડ જયદ્રથસિંહ પરમાર વાસણ આહિર વિભાવરી દવે કુમાર કાનાણી યોગેશ પટેલ રમણ પાટકર

રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના માટેની ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. નવા પ્રધાનમંડળની રચના માટે રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવે ભાજપ નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરી છે. ભુપેન્દ્ર યાદવે સવારથી જ રાજ્યના પૂર્વ પ્રધાનો તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી.

આ સાથે જ તેમણે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ બેઠક કરી. આ બેઠકમાં નવા પ્રધાનમંડળના સંભવિત નામો અંગે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યનું નવું પ્રધાનમંડળ કેવું હશે અને કોનો કોનો સમાવેશ કરવામાં આવશે એ અંગે પણ આ બેઠકમાં સૂચક ચર્ચા કરવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં નવા પ્રધાનમંડળની રચનાની જવાબદારી રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. આ અંગેની બેઠક મોડીરાત્રે એનેક્ષી ખાતે યોજાઇ હતી. જેમાં અમિત શાહ અને બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ભુપેન્દ્ર યાદવ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્લી રવાના થયા હતા.

આ પણ વાંચો : Jamnagar : કાલાવડમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા, અનેક ગામો બેટમાં ફેરવાયા

આ પણ વાંચો : ઓગસ્ટમાં નિકાસમાં આવ્યો લગભગ 46 ટકાનો ઉછાળો, તેમ છતાં વેપાર ખોટ 4 મહિનાની ઉંચી સપાટીએ

g clip-path="url(#clip0_868_265)">