ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ, હોમ આઇસોલેટ થયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) કોરોના(Corona) પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે તેમને કોરોનાના સામાન્ય લક્ષણ હોવાના પગલે હાલ તો હોમ આઇસોલેટ થયા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. કોરોના હળવા લક્ષણો જણાતા તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પૂર્વે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમજ તેમને પણ કોરોનાના હળવા લક્ષણો હોવાના લીધે હોમ આઇસોલેટ થયા હતા. જો કે આ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લાના પોલીસ વડાઓ સાથે રાજયની હાલની સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમિક્ષા કરી હતી. ઉદયપુરની ઘટના બાદના એલર્ટ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા અંગે ચર્ચા કરાશે. જેમાં ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 28 જુનના રોજ નવા 475 કેસ નોંધાયા હતા. જેના પગલે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2793 થવા પામી છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે.જેમાં સુરતમાં 76, વડોદરામાં 35, જામનગરમાં 17, મહેસાણામાં 14, નવસારીમાં 12, વડોદરામાં 12, અમરેલીમાં 10, ગાંધીનગરમાં 09, કચ્છમાં 08, ભરૂચમાં 07, ગાંધીનગરમાં 07,વલસાડમાં 07, અમદાવાદ જિલ્લામાં 05, જામનગરમાં 05, રાજકોટમાં 05, બનાસકાંઠામાં 04, દ્વારકામાં 04, ખેડામાં 04, આણંદમાં 03, ભાવનગરમાં 03,પાટણમાં 03, રાજકોટ જિલ્લામાં 03, સુરત જિલ્લામાં 03, મહીસાગરમાં 02, ગીર સોમનાથમાં 02, સાબરકાંઠામાં 02,પંચમહાલમાં 01, અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
રાજ્ય સરકારની ચિંતા પણ વધારો
જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.