Gujarat માં યોજાનારી રથયાત્રાઓને લઇને ગૃહમંત્રીએ પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજી કાયદો વ્યવસ્થાની કરી સમીક્ષા
અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Rathyatra 2022) ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોય, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી
ગુજરાતમાં (Gujarat) 1 જુલાઇના રોજ યોજાનારી અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા(Rathyatra 2022) ઉપરાંત રાજયના અનેક મહાનગરો અને શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા(Securtiy)વ્યવસ્થા બાબત તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એ. ટી.એસ., આઇ.બી. સહિત તમામ એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોય, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.ધાર્મિક આસ્થા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના બનવા ન પામે અને મોટી સંખ્યામાં ભાવિકો નિશ્ચિંત થઈ, ભગવાનને વિહાર કરતા નિહાળી શકે તે માટે ગૃરાજ્યમંત્રી સતત સંકલન કરી રહ્યા છે. રાજ્યભરની વ્યવસ્થા અને સુરક્ષા બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોજાનાર બેઠક અગાઉ ગૃહમંત્રીએ સમીક્ષા કરી સમગ્ર આયોજનની જાણકારી મેળવી હતી.
પાટણમાં 1 જુલાઇના રોજ ભવ્ય 140મી રથયાત્રા યોજાશે
પાટણમાં પણ 1 જુલાઇના રોજ ભવ્ય 140મી રથયાત્રા નીકળવાની છે.જેના પગલે હાલ મંદિર પરિસરમાં તડામર તૈયારીઓ થઇ રહી છે.જેમાં આજે પ્રાચીન જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા આજે ભાવિકો જોડાયા હતા. આ સાથે રથયાત્રાના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટાફને એલર્ટ મોડ પર રખાયો છે અને રાજ્યના તમામ સ્થળોએ સંવેદનશીલ સ્થળોને અલગ તારવીને લોંખડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની 34મી રથયાત્રાને લઇ તૈયારીઓ
ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની 34મી રથયાત્રાને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે..શહેરના (Bhavnagar) જાહેર માર્ગો અને રથયાત્રાના રૂટને 17 હજાર ધજાથી શણગારવામાં આવ્યો છે.સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓના 23 કટ આઉટ લગાવાયા છે.આ સિવાય ભગવાનનો રથ પણ તૈયાર થઈ રહ્યો છે. તો વાઘા પણ તૈયાર થઈ ગયા છે. રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટમાં અલગ અલગ પોઇન્ટ પર 23 કટાઉટ લગાવવામાં આવ્યા છે.ઉપરાંત રથયાત્રા રૂટ પર 70 કમાન ગેટ ગોઠવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ રથયાત્રાના રૂટ (rathyatra route) અને શહેરના જાહેર રસ્તા પર કુલ 17 હજારથી પણ વધારે ધજા લગાડવામાં આવી છે.
(With Input, Kinjal Mishara, Gandhinagar)