પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લાની કફોડી હાલત, જુઓ પ્રાથમિક સુવિધાથી વંચિત બોડેલીનો આ VIDEO

ગુજરાત હરણફાળ ગતિએ વિકાસ કરી રહ્યું છે. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં વિકાસની સ્થિતિ ચિંતાજનક છે. ખાસ કરીને પૂર્વ પટ્ટીના આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વિકાસના અભાવે સ્થાનિકો આદિકાળમાં જીવતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. બોડેલીના બડાલીયા, ઉનડા, ઉંટકોઇ, ઝોઝ જેવા ગામના લોકો રસ્તાની સુવિધાથી વંચિત છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદ RPFએ આશ્રમ […]

પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લાની કફોડી હાલત, જુઓ  પ્રાથમિક સુવિધાથી વંચિત બોડેલીનો આ VIDEO
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 2:57 PM

ગુજરાત હરણફાળ ગતિએ વિકાસ કરી રહ્યું છે. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં વિકાસની સ્થિતિ ચિંતાજનક છે. ખાસ કરીને પૂર્વ પટ્ટીના આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વિકાસના અભાવે સ્થાનિકો આદિકાળમાં જીવતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. બોડેલીના બડાલીયા, ઉનડા, ઉંટકોઇ, ઝોઝ જેવા ગામના લોકો રસ્તાની સુવિધાથી વંચિત છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ RPFએ આશ્રમ એક્સપ્રેસમાંથી દારૂની 140 બોટલ સાથે ઉત્તર પ્રદેશના 3 શખ્સોની કરી ધરપકડ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બોડેલી જવા માટે આ ગામના લોકોને ઓરસંગ નદી માર્ગે પગપાળા જવાનો વારો આવ્યો છે. જો વાહનમાર્ગે બોડેલી જવું હોય તો 12 કિલોમીટરનું લાંબુ અંતર કાપવું પડે છે. જો આ સ્થિતિમાં મુશ્કેલીની વાત કરીએ તો વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તકલીફ પડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચોમાસા દરમિયાન નદીમાં પાણી હોવાથી સ્કૂલે નથી જવાતું તો સામાન્ય દિવસોમાં નદીના પટમાં દોઢ કિલોમીટર ચાલીને જવું પડે છે. વિદ્યાર્થીઓ સ્કૂલે ન જાય તો શિક્ષકોનો ઠપકો, અને મોડા ઘરે જાય તો વાલીઓને ચિંતા. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. સાંભળો શું કહી રહી છે વિદ્યાર્થીનીઓ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જોકે આ સ્થિતિ આજકાલની નહીં, પરંતુ વર્ષોથી અહીના લોકો માટે જીવન સંઘર્ષનો પર્યાય બન્યું છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ આ ગામના ખેડૂતોની જમીન પણ સામે કિનારે આવેલી હોવાથી તેઓની પણ વ્યાપક ફરિયાદ છે. ખેડૂતોને ચોમાસા દરમિયાન નદીમાં પાણી હોવાથી જવામાં તકલીફ પડે છે. તો સામાન્ય દિવસોમાં તેઓએ પણ પગપાળા નદીના પટમાંથી ખેતરે જવાનો વારો આવ્યો છે. ખેડૂતોની ફરિયાદ છે કે સરકાર માત્ર વિકાસની વાતો ન કરે. પરંતુ અંતરિયાળ વિસ્તારનો વિકાસ પણ કરે. જોકે ગ્રામજનોની માગ છે કે સરકાર આ ગામડાંઓ માટે બસ સેવા શરૂ કરે. અથવા તો નદી પર પુલની સુવિધા કરી આપે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">