AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Football: ગુજરાતમાં પહેલીવાર રમાશે ફૂટબોલ ક્લબ ચેમ્પિયનશીપ લીગ, પરિમલ નથવાણીએ કરી જાહેરાત

આ ટુર્નામેન્ટ ગુજરાતના 11 શહેરોમાં કુલ 106 મેચ રમાશે. આ 11 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, અંકલેશ્વર, વાપી, ગોધરા, દાંતીવાડા અને આણંદનો સમાવેશ થાય છે

Gujarat Football: ગુજરાતમાં પહેલીવાર રમાશે ફૂટબોલ ક્લબ ચેમ્પિયનશીપ લીગ, પરિમલ નથવાણીએ કરી જાહેરાત
Gujarat Football Association
| Updated on: Mar 06, 2022 | 7:07 PM
Share

ગુજરાતમાં ક્રિકેટ બાદ ફુટબોલની (Football) લોકપ્રિયતા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ફુટબોલમાં રસ દાખવતા થયા છે અને કારકિર્દી તરીકે આ રમતને પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાત ફુટબોલ એસોસિએશને (Gujarat Football Association) ઉભરતા ખેલાડીઓથી લઈને સીનિયર ખેલાડીઓ માટે ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગુજરાત ફુટબોલના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ક્લબ ચેમ્પિયનશીપ (Club Championship) ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે. જોકે આ પહેલીવાર બન્યું છે કે ગુજરાત ફુટબોલે રાજ્યના ખેલાડીઓ માટે ક્લબ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું.

ગુજરાત ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આ જાહેરાત સાથે જણાવ્યું હતું કે ક્લબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં કુલ 3 કેટેગરી બનાવવામાં આવી છે. આ 3 કેટેગરીમાં કુલ 33 ટીમો ભાગ લઈ રહી છે. જેની શરૂઆત 5 માર્ચથી થઈ રહી છે. આ 33 ટીમોમાં કુલ 990 ખેલાડીઓ ભાગ લેશે. મહત્વનું છે કે આ ક્લબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટથી ગુજરાતના ફૂટબોલરોને રાજ્ય અને નેશનલ કક્ષાએ પહોંચવા માટે એક મોટુ પ્લેટફોર્મ મળશે.

Gujarat Football Association organize Club Championship Tournament for the First Time

Club Championship Team Logo

ક્લબ ચેમ્પિયનશીપમાં 3 કેટેગરીમાં કુલ 33 ટીમો ભાગ લઈ રહી છે

ક્લબ ચેમ્પિયનશીપમાં કુલ 33 ટીમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં સીનિયર કેટેગરીમાં 17 ટીમો, જૂનિયર કેટેગરીમાં 9 ટીમો અને સબ જૂનિયર કેટેગરીમાં 7 ટીમો ભાગ લેશે. તમામ ત્રણ કેટેગરીમાં ભાગ લેનાર ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભાવનગર છે. જ્યારે ગાંધીનગર, આણંદ, સુરત અને ભરુચ બે કેટેગરીમાં ભાગ લઈ રહ્યું છે તો જામનગર, ગોધરા, બનાસકાંઠા અને વાપી એક કેટેગરીમાં ભાગ લઇ રહ્યું છે.

આ ટુર્નામેન્ટની તમામ મેચો રાજ્યના 11 શહેરોમાં રમાશે

આ ટુર્નામેન્ટ ગુજરાતના 11 શહેરોમાં કુલ 106 મેચ રમાશે. આ 11 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, અંકલેશ્વર, વાપી, ગોધરા, દાંતીવાડા અને આણંદનો સમાવેશ થાય છે તો સૌથી મહત્વની વાત એ છે કે સીનિયર કેટેગરીમાં ચેમ્પિયન બનનારી ટીમને ભારતમાં રમાતી આઈ-લીગના ક્વોલિફાયર રાઉન્ડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મે મહિનાના અંતિમ સપ્તાહમાં અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો : Ranji Trophy: 5000મી મેચ ચેન્નાઇમાં શરુ થઇ, 88 વર્ષનો ઇતિહાસ ધરાવતી ટૂર્નામેન્ટના ખાસ મુકામની આ બે ટીમ સાક્ષી બની

આ પણ વાંચો : IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">