Gujarat Board Class 12 Result : રાજ્ય શિક્ષણ બોર્ડે ધો.12 ના પરિણામ તૈયાર કરવાનું માળખું જાહેર કર્યું, જાણો કેવી રીતે બનશે પરિણામ

Gujarat Board Class 12 Result : ગુજરાત સરકારે ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાના માળખાને અનુસરતા આ માળખું તૈયાર કર્યું છે.

Gujarat Board Class 12 Result : રાજ્ય શિક્ષણ બોર્ડે ધો.12 ના પરિણામ તૈયાર કરવાનું માળખું જાહેર કર્યું, જાણો કેવી રીતે બનશે પરિણામ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 9:46 PM

Gujarat Board Class 12 Result : રાજ્યમાં ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમજ શિક્ષકો જેની આતુરતાથી રાહ જોતા હતા એ સમાચાર આખરે સામે આવી ગયા છે. રાજ્યન શિક્ષણ બોર્ડ (GSEB)એ ધો.12 ના પરિણામ તૈયાર કરવાનું માળખું જાહેર કરી દીધું છે. આ માળખું CBSE બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે તૈયાર કરાયેલા માળખાને અનુરૂપ જ છે.

CBSE દ્વારા સુપ્રિમકોર્ટમાં ધોરણ-12 ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ રજૂ કરેલ છે. જેમાં ધોરણ-10, ધોરણ -11 અને ધોરણ-12 ના પરીક્ષાના પરિણામોને ધ્યાને લેવામાં આવેલ છે . CBSE દ્વારા ધોરણ-12 ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ અને રાજયની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ શિક્ષણવિદોની સમિતિ દ્વારા કરાયેલ ભલામણોનો રાજય સરકારે સ્વીકાર કરેલ છે.આ ભલામણોને આધારે GSEB રાજ્યમાં ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ (Gujarat Board Class 12 Result) તૈયાર કરશે.

50:25:25 આધારે તૈયાર થશે પરિણામ GSEB ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (Gujarat Board Class 12 Result) 50:25:25 માળખાના આધારે બનાવવામાં આવશે. ગુજરાત સરકારે ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાના માળખાને અનુસરતા આ માળખું તૈયાર કર્યું છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

GSEB ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ  (Gujarat Board Class 12 Result) 50:25:25 માળખાના આધારે આ રીતે બનાવવામાં આવશે –

1) 50 ગુણ : ધોરણ-10 ના બોર્ડના વિષયવાર પરિણામના ( વિષયવાર મેળવેલ 70 ગુણ ) આધારે ધોરણ-12 ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન.

2) 25 ગુણ : ધોરણ-11 ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધોરણ-11 ની પ્રથમ સામાયિક કસોટી (50 ગુણ) અને દ્વિતીય સામાયિક કસોટી (50 ગુણ) માંથી મેળવેલ કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ગુણાંકન.

3) 25 ગુણ : શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલ ધોરણ-12 ની પ્રથમ સામાયિક કસોટી (100 ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલ વિષયવાર એકમ કસોટી (25 ગુણ) એમ કુલ 125 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ગુણાંકન.

CBSE નું માળખું 30:30:40 CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE Class 12 Board Exam Result) 30:30:40 ફોર્મ્યુલા ના આધારે પરિણામ બનાવશે. CBSE બોર્ડની 12માં ધોરણની માર્કશીટ તૈયાર કરવાને લઇને બનેલી 13 સભ્યોની સમિતીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે.

30:30:40 ફોર્મુલ્યા ના આધારે 30 ટકા ગુણ 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના લેવાશે, 30 ટકા ગુણ 11માં ધોરણના પાંચ વિષયના એવરેજ લેવામાં આવશે અને બાકી રહેલા 40 ટકા ગુણ ધોરણ 12 ની પ્રીબોર્ડ પરીક્ષાના પરિણામનો આધાર લઇ ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ બનાવવામાં આવશે.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">