AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તે રડ્યો ન હોત, તો આજે આ દુનિયામાં જીવતો ન બચ્યો હોત, માતા-પિતાએ તો તેને કડકડતી ઠંડી વચ્ચે જંગલામાં ત્યજી દીધો હતો

છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે, ત્યારે બાયડમાં ઝાંઝરીના જંગલમાંથી એક ત્યજી દેવાયેલું નવજાત બાળક ઠંડીથી ઠુંઠયાવેલી હાલતમાં મળી આવ્યુ હતું. અંદાજિત 10 ડિગ્રી તાપમાન અને સડસડાટ ચાલતા પવન વચ્ચે આ નવજાત શિશુ ઝાડી-ઝાંખરામાં મળી આવ્યુ હતું. ઝાંઝરીના ધોધના જંગલમાં અવાવરુ જગ્યાએ કોઈ માતા કે માતા-પિતાએ આ નવજાત બાળકને ત્યજી દીધુ […]

જો તે રડ્યો ન હોત, તો આજે આ દુનિયામાં જીવતો ન બચ્યો હોત, માતા-પિતાએ તો તેને કડકડતી ઠંડી વચ્ચે જંગલામાં ત્યજી દીધો હતો
| Updated on: Feb 11, 2019 | 5:51 AM
Share

છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે, ત્યારે બાયડમાં ઝાંઝરીના જંગલમાંથી એક ત્યજી દેવાયેલું નવજાત બાળક ઠંડીથી ઠુંઠયાવેલી હાલતમાં મળી આવ્યુ હતું.

અંદાજિત 10 ડિગ્રી તાપમાન અને સડસડાટ ચાલતા પવન વચ્ચે આ નવજાત શિશુ ઝાડી-ઝાંખરામાં મળી આવ્યુ હતું. ઝાંઝરીના ધોધના જંગલમાં અવાવરુ જગ્યાએ કોઈ માતા કે માતા-પિતાએ આ નવજાત બાળકને ત્યજી દીધુ હતું. કડકડતી ઠંડીમાં આ બાળક રીતસરનું ઠુંઠવાઈ ગયુ હતું, પરંતુ ઝાંઝરી ધોધ જવાના માર્ગ નજીકથી પસાર થતા એક રાહદારીના કાને બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને એ રાહદારી અટકી ગયો. તેણે તપાસ કરતા નવજાત બાળક રડી રહ્યુ હતું. તેણે તરત જ 108 ઇમર્જન્સી એમ્બુલંસ બોલાવી અને બાળકને તાબડતોડ બાયડ સરકારી દવાખાને ખસેડાયું. આ અંગે પોલીસ બાળક ત્યજી દેનારાઓની શોધખોળ કરી રહી છે. બાળકની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

[yop_poll id=1299]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">