AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત ATSની મોટી કાર્યવાહી… પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા, મોટા કાવતરાનો ખુલાસો

ગુજરાતમાં આતંકી નેટવર્ક ઊભું કરવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા રાજ્યમાં અને મધ્યપ્રદેશમાં પાડેલા દરોડા દરમિયાન પ્રતિબંધિત સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે જોડાયેલા 8 સક્રિય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

Breaking News: ગુજરાત ATSની મોટી કાર્યવાહી... પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા, મોટા કાવતરાનો ખુલાસો
| Updated on: Jul 03, 2026 | 5:20 PM
Share

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ માટે સક્રિય રીતે કામ કરતા 8 સભ્યને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આતંકીઓની ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે, જેનાથી ગુજરાતમાં આતંકી નેટવર્ક ઊભું કરવાના મોટા કાવતરાનો ખુલાસો થયો છે.

ધરપકડ કરાયેલા સભ્યોના નામ:

  1. અહમદ સ/ઓ અબ્દુલ્લા ગાજીવાળા
  2. ઇબ્રાહિમ સ/ઓ મોહમ્મદ હુસેન ઘાઘા
  3. મુદસ્સિર સ/ઓ અબ્દુલ્લા ગાજીવાળા
  4. ઝકારિયા દુરાની સ/ઓ મોહમ્મદ અમ્માર ઘાઘા
  5. મુફ્તિ ફૌજાન સ/ઓ ઇસ્માઇલ દાઉવા
  6. મોહમ્મદ અમીન શેરા
  7. મોહમ્મદ અબ્દુલ સ/ઓ રહેમાન સાવડી
  8. બિલાલ મોહમ્મદ સ/ઓ અમ્માર ઘાઘા

મળતી વિગતો અનુસાર, આંતકીઓના આ મૉડ્યુલ અંગે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી. આના આધારે ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્ય પ્રદેશના અલગ-અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

તમામ ઝડપાયેલા આતંકીઓને ગુજરાત ATSના મુખ્યાલય લાવી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ગુજરાતમાં તેઓ કયા-કયા સ્થળોએ સક્રિય હતા, કોના સંપર્કમાં હતા અને તેમના ટાર્ગેટ શું હતા? તે દિશામાં હાલ તપાસ હાથ ધરાઈ છે.

આ વિસ્તારોમાંથી ઝડપાયા આતંકીઓ

ATSની આ કાર્યવાહી દરમિયાન બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસમાંથી આ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આતંકીઓ પાસેથી તપાસ દરમિયાન અત્યંત મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

આ ઓપરેશન સફળ થયા બાદ હવે રાજ્યમાં સક્રિય અન્ય સ્લીપર સેલ અને આખા નેટવર્ક અંગે ATS દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં પકડાયેલા તમામ આતંકીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લઈને અમદાવાદ-ગાંધીનગર પહોચ્યું ચોમાસુ, ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગ-અંબાલાલ પટેલની આગાહી

Follow Us
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">