ગુજરાતમાં કોરોનાના નવા 23150 કેસ, 15 લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાતમાં 22 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 23150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં(Gujarat) 22 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona) નવા 23150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 129875 એ પહોંચી છે , તેમજ છેલ્લા 24 કલાકમાં 10103 લોકોએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ(Ahmedabad) શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8194 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં 5 લોકોના મોત થયા છે..તો બીજી તરફ સુરતમાં કોરોનાના 1876 કેસ સામે આવ્યા છે. સાથે જ એક દર્દીનું મોત કોરોનાને કારણે થયું છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 2823 કેસ સામે આવ્યા છે. વડોદરામાં એકપણ દર્દીનું મોત થયું નથી..રાજકોટની વાત કરીએ તો. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1707 કેસ પોઝિટિવ આવ્યા છે.. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત થયું છે..રાજ્યમાં અન્ય શહેરમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો. ગાંધીનગરમાં 547 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
ભાવનગર શહેરમાં કોરોનાના 401 કેસ સામે આવ્યા છે તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં અહીં 3 લોકોના મોત થયા છે. જૂનાગઢમાં કોરોનાના 104 કેસ પોઝિટિવ સામે આવ્યા છે.તો બીજી તરફ જામનગરમાં 563 કેસ કોરોનાના સામે આવ્યા છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે અને એટલે જ સરકાર તરફથી નવું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ મામલે શનિવારે ગુજરાતના ડીજીપીની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ અધિકારી, એસપી, રેન્જ આઈજી હાજર રહ્યા હતા. જ્યારે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નોટીફિકેશનનો માનવ અભિગમ સાથે કડક અમલ કરવામાં આવે સાથે જ નવા શહેરો જે જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં નાઈટ કરફ્યૂને લઈને જાગૃતિ આપવામાં આવશે.
તેમજ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ડીજીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં કુલ 1500 પોલીસકર્મીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.. પરંતુ હાલ કોઈ પોલીસકર્મીઓ હોસ્પિટલમાં દાખલ નથી.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાએ કોરોના મૃતકોની સહાય વધારવા માંગ કરી, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી
આ પણ વાંચો : SURAT : અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ કરાશે