ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2276 કેસ નોંધાયા

ગુજરાતમાં Corona એ ફરી એકવાર અજગરી ભરડો લીધો છે. જેમાં ગુજરાતમાં આજે કોરોનાના ઓલ-ટાઇમ હાઇ 2276 દર્દીઓ નોંધાયા છે અને પાંચ દર્દીઓના મોત થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 10871 એ પહોંચી છે.

ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2276 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 9:39 PM

ગુજરાતમાં Corona એ ફરી એકવાર અજગરી ભરડો લીધો છે. જેમાં ગુજરાતમાં આજે કોરોનાના ઓલ-ટાઇમ હાઇ 2276 દર્દીઓ નોંધાયા છે અને પાંચ દર્દીઓના મોત થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 10871 એ પહોંચી છે. જેમાં 157 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 10174 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં 2,83,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં રિકવરી રેટ 94.86 છે.

ગુજરાતમાં Corona વાયરસનો ફેલાવો દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં જો આપણે જીલ્લાવાર આંકડા પર નજર કરીએ તો સુરતમાં 760, અમદાવાદમાં 612, રાજકોટમાં 172, વડોદરામાં 326,ગાંધીનગરમાં 39,ભાવનગરમાં 38, જામનગરમાં 37, , જૂનાગઢમાં 11,વલસાડમાં 10 , ગીરસોમનાથ 9, મહિસાગર 9, નવસારીમાં 9 , સુરેન્દ્રનગર 8, તાપીમાં 8, બનાસકાંઠામાં 7, છોટા ઉદેપુરમાં 7, દ્વારકામાં 6, અરવલ્લીમાં 2 , પોરબંદરમાં 2 , ડાંગમાં 1, કચ્છ 18, મહેસાણા 18, નર્મદામાં 18, મોરબીમાં 17, આણંદ 16, પંચમહાલમાં 16, ભરૂચમાં 11, સાબરકાંઠા 10, અમરેલીમાં 22, દાહોદમાં 20, પાટણમાં 19 અને ખેડા 18 કેસ નોંધાયા છે.

તહેવારોમાં લોકોને ભીડ એકત્ર ન કરવા લોકોને તાકીદ 

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસો અને સામે આવી રહેલા હોળી અને ધૂળેટીના તહેવારોના પગલે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તેમજ તેના પગલે સરકાર ઉપરાંત જે તે જિલ્લાના પોલીસવડાએ પણ આ બંને તહેવારોમાં લોકોને ભીડ એકત્ર ન કરવા અને જાહેર રોડ ધૂળેટીની ઉજવણી ન કરવા માટે લોકોને તાકીદ કરી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે આજે કોરોનાની બીજી લહેરને અટકાવવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં આવનારા તમામ લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. અથવા તો 72 કલાકનું કોરોના નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે.

હોળી -ધૂળેટી માટે રાજ્ય સરકારે ગાઈડ લાઇન જાહેર કરી

ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. હોળી-ધુળેટીમાં ગાઇડલાઇનનું પાલન ન કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત

ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસ વચ્ચે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં જો આપણે એક મહિનામાં વધી રહેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો એક માસ પૂર્વ 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 27 માર્ચના રોજ  વધીને 2276 એ પહોંચ્યા છે.

Latest News Updates

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
g clip-path="url(#clip0_868_265)">