GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલે રૂપિયા 800 કરોડનુ નકલી ઇન્વોઇસ કૌંભાડ પકડ્યું, 4ની કરી ધરપકડ

GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલે રૂપિયા 800 કરોડનુ નકલી ઇન્વોઇસ કૌંભાડ પકડ્યું, 4ની કરી ધરપકડ

| Edited By: | Updated on: Nov 30, 2025 | 1:31 PM

અમદાવાદ ઝોનલ યુનિટના GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) એ આશરે રૂપિયા 800 કરોડના નકલી GST ઇન્વોઇસ કૌંભાડનો પર્દાફાશ કર્યો છે. રૂપિયા 800 કરોડના કૌંભાડમાં સંડોવણી બદલ ત્રણ અલગ અલગ કેસોમાં કુલ ચાર મુખ્ય કાવતરાખોરોની ધરપકડ કરી છે.

તાજેતરમાં જ અમદાવાદ ઝોનલ યુનિટના GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલે, અમદાવાદ ઉપરાંત મુંબઈ, રાજકોટ, ભાવનગર અને ચંદ્રપુરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન તપાસ અધિકારીઓએ અનેક શેલ કંપનીઓની વિગતો, GST નોંધણી સાથે જોડાયેલા અનેક મોબાઇલ ફોન તેમજ સિમ કાર્ડ, ડિજિટલ રેકોર્ડ, બેંક ખાતાની વિગતો અને રોકડ વ્યવહારને લગતી નોટ સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી.

આ સમગ્રીની વૈજ્ઞાનિક ધોરણે કરેલ તપાસના અંતેએવી વિગતો સામે આવી હતી કે, ગુનેગારોની સિન્ડિકેટ દ્વારા નકલી ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઘણી કંપનીઓ રજીસ્ટર કરવામાં આવી હતી, ડમી ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી અને વાસ્તવિક વ્યાપારી પ્રવૃત્તિ તરીકે પોતાને ઢોંગ કરવા માટે સંપૂર્ણપણે વર્ચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હતી.

રૂપિયા 550 કરોડના નકલી ઇન્વોઇસ સાથે સંકળાયેલા GST છેતરપિંડીના કેસમાં, બે મુખ્ય વ્યક્તિઓ, બદ્રે આલમ પઠાણ અને તૌફિક ખાનની DGGI દ્વારા 27 નવેમ્બર, 2025 ના રોજ અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. તૌફિક ખાન મેસર્સ એએચ એન્જિનિયરિંગ વર્ક્સ, અમદાવાદનો માલિક છે, જેના માટે તેણે માલ પ્રાપ્ત કર્યા વિના કપટપૂર્ણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા માટે ₹45 કરોડના નકલી ઇન્વોઇસ મેળવ્યા હતા. પ્રારંભિક અંદાજ મુજબ, મેસર્સ એએચ એન્જિનિયરિંગે સરકારી તિજોરીને ₹9 ​​કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો