GSEB 12th science Results 2023 live : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો ક્યાં જિલ્લાનું કેટલુ પરિણામ આવ્યુ
GSEB 12th science Results 2023 live updates : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટનું પરિણામ જાહેર કરાયુ છે. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે આવ્યુ છે. જ્યારે ભાવનગર જિલ્લો 82.51 ટકા પરિણામ જાહેર થયુ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે આવ્યુ છે. જ્યારે ભાવનગર જિલ્લો 82.51 ટકા પરિણામ જાહેર થયુ છે. રાજકોટ જિલ્લાનુ 82.51 ટકા પરિણામ જાહેર થયુ છે. જામનગર જિલ્લાનું 77.57 ટકા પરિણામ આવ્યુ છે.
આ પણ વાંચો : Breaking News :ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર
તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ 79.21 ટકા આવ્યુ છે. બોટાદ જિલ્લામાં 74.49 ટકા પરિણામ જાહેર થયુ છે. કચ્છ જિલ્લાનું 70.88 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જૂનાગઢ જિલ્લાનું પરિણામ 70.84 ટકા જાહેર થયુ છે. સુરત જિલ્લાના 71.15 ટકા જાહેર થયુ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો 71.05 ટકા પરિણામ જાહેર થયુ છે.
સાત જિલ્લાનું પરિણામ આવ્યુ સૌથી ઓછુ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં દાહોદ જિલ્લાનું પરિણામ 29.44 ટકા આવ્યુ છે. જ્યારે નર્મદા જિલ્લાનુ પરિણામ 36.99 ટકા પરિણામ જાહેર થયુ છે. આ સાથે જ તાપી જિલ્લામાં 43.22 ટકા પરિણામ આવ્યુ છે. તો બીજી તરફ મહિસાગર જિલ્લાનું પરિણામ 45.39 ટકા પરિણામ જાહેર થયુ છે. તેમજ વલસાડ જિલ્લાનું 46.92 ટકા પરિણામ જાહેર થયુ છે. તો અરવલ્લી જિલ્લાનું 56.81 ટકા પરિણામ આવ્યુ છે.
કેટલા વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ આવ્યો છે. જ્યારે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 6188 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 11984 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 24185 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 19135 વિદ્યાર્થીઓએ C1 મેળવ્યો છે. જ્યારે 8975 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે.
કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા
આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે. જ્યારે A ગ્રૂપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યુ છે. B ગ્રૂપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત AB ગ્રૂપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…