AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઔષધિય સુંગધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ શરૂ કરવા મળશે સરકારી સહાય, જાણો વિગતો

યોજના હેઠળ સહાય નવા ડિસ્ટિલેશન યુનિટમાં બોઇલર, ડ્રાયર, ડ્રમ, મિક્ષર, પલ્પર અને પેકિંગ મશીન જેવા સાધનો ખરીદવા માટે મળશે. ખર્ચના 50% અથવા રૂ.2.50 લાખ બે માંથી જે ઓછી હોય તે રકમ મળશે.

ઔષધિય સુંગધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ શરૂ કરવા મળશે સરકારી સહાય, જાણો વિગતો
ઔષધિય પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ પર સહાય
| Updated on: Dec 30, 2020 | 5:42 PM
Share

ઘણી વનસ્પતિઓનો ઉપયોગ ઔષધ તરિકે થાય છે. આયુર્વેદમાં જણાવ્યું છે કે જગતનાં કોઇ પણ ધાન્ય, કઠોળ, ફળ, ફુલ કે પાનનો ઉપયોગ ઓષધ તરિકે કરી શકાય છે. બાગાયત ખાતાની ખેડૂત સહાયલક્ષી યોજનામાં ઓષધિનાં વાવેતર અને ઔષધિય સુગંધિત પાકોના નવા ડિસ્ટિલેશન યુનિટ માટે સહાય જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: સરકારી સબસીડીથી ઘરની છત પર લગાવો સોલાર પેનલ અને મેળવો મફત વિજળી, વધારાની વીજળી વેચી કરો કમાણી

બાગાયત ખાતા દ્વારા ઔષધિની ખેતી અને ઔષધિય સુગંધિત પાકોના નવા ડિસ્ટિલેશન યુનિટ માટે સહાય જાહેર કરવામાં આવી છે. ઔષધિય પાકોનાં વાવેતર અને સુગંધિત ઔષધિય પાકોનાં વાવેતરનાં ઘટકમાં પણ સહાય જાહેર થઇ છે પરંતુ હાલ ઔષધિય સુગંધિત પાકોના નવા ડિસ્ટિલેશન યુનિટ માટેની યોજનાનો લાભ કઇ રીતે લેવો તે જાણીએ. વ્યક્તિ, ખેડૂત, ઉત્પાદક ખેડુત જુથ, સહકારી સંસ્થા કે કોર્પોરેટ સેક્ટરને યોજનામાં લાભ મળવાપાત્ર છે.

આ યોજના હેઠળ સહાય નવા ડિસ્ટિલેશન યુનિટમાં બોઇલર, ડ્રાયર, ડ્રમ, મિક્ષર, પલ્પર અને પેકિંગ મશીન જેવા સાધનો ખરીદવા માટે મળશે. ખર્ચના 50% અથવા રૂ.2.50 લાખ બે માંથી જે ઓછી હોય તે રકમ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આઇ-ખેડૂત પોર્ટલમાં બાગાયતની યોજનામાં જે તે ઘટકમાં અરજી કરી તેની પ્રિન્ટ મેળવી સહિ કે અંગુઠો કરી સંબંધિત કચેરીમાં જમા કરાવવાની રહેશે. આ અરજી સાથે નીચે મૂજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે.

*  7-12 અને 8 અ ની તાજેતરની નકલ * અનુસુચિત જાતિ અને જન જાતિના ખેડૂતો માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો * બેંકની પાસબુકની નકલ કે પછી કેન્સલ ચેક * ખેડૂત લાભાર્થીના ઓળખ તથા રહેઠાણ પુરાવાની નકલ

યોજનાની વધારે માહિતી: https://doh.gujarat.gov.in/address-guj.htm

આ સહાયની રકમ માત્ર એક જ વાર મળવાને પાત્ર છે અને આ સહાયની રકમ ઔષધિય સુગંધિત પાકોના માત્ર નવા ડિસ્ટિલેશન યુનિટ માટે જ મળશે. સંજોગોવસાત સરકારશના ઠરાવમાં સુધારા વધારા થાય તો સહાયના ધોરણોમાં ફેરફારની શક્યતાઓ રહેલી છે. આ માટે જિલ્લાના બાગાયત ખાતાના અધિકારીઓનો સંપર્ક કરવો.

g clip-path="url(#clip0_868_265)">